WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ધોરણ-10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્રકરણ-5 જૈવિક ક્રિયાઓ સ્વાધ્યાય

અહી તમને ધોરણ-10 વિજ્ઞાન પ્રકરણ – 5 જૈવિક ક્રિયાઓ (std-10 science ch-5) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

જૈવિક ક્રિયાઓ
જૈવિક ક્રિયાઓ

પ્ર.- 1 શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?

ઉત્તર :- 

  • આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી.
  • શરીર રચના જટિલ તેમજ શરીરનું કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન શરીરના બધા કોષો સુધી મોકલી શકાય નહીં. 
  • એક ગણતરી મુજબ આપણા ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
  • આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.

પ્ર.- 2 કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડ નો ઉપયોગ કરીશું?

ઉત્તર :- 

કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ ,શ્વાસોશ્વાસ , કોષ-રચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું.

પ્ર.- 3 કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?

ઉત્તર :-    બાહ્ય કાચી સામગ્રીઓ              ઉપયોગ

1. CO2 , H2O                                  →   વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમા 

2. કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત , O2   →    જારક સજીવો દ્વારા શ્વસનમા

પ્ર.- 4 જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?

ઉત્તર :- પોષણ ,શ્વસન , વહન, ઉત્સર્જન ,વૃદ્ધિ ,આણ્વીય ગતિ વગેરે

ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ – 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્ર.- 1 સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?

ઉત્તર :- 

  • સ્વયંપોષી પોષણવિષમપોષી પોષણતે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમા જોવા મળે છે.
  • તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
  • આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનુ સંશ્લેષણ થાય છે.
  • આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
  • આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે.
  • આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની પ્રક્રિયા છે.

પ્ર.- 2 પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે?

ઉત્તર :- 

  • CO2 – વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે.
  • H2O – વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે છે.
  • ઉર્જા – વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે.

પ્ર.- 3 આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?

ઉત્તર :- 

  • ખોરાક સાથે જઠર માં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. 
  • જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. 
  • ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. 
  • અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

પ્ર.- 4 પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે ?

ઉત્તર :- પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો (કાર્બોદિત, લિપિડ, પ્રોટીન)નું સાદા, દ્રાવ્ય અને શોષણ થઇ શકે તેવા સ્વરૂપમાં પાચન કરે છે.

પ્ર.- 5 પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા (એટલે કે શેષાંત્ર) માં કેવી રચનાઓ આવેલી છે ?

ઉત્તર :- નાનું આતરડું લાંબી નલિકામય રચના છે. તેના અંદરના અસ્તરમાં આંગળી જેવા પ્રવર્ધો રસાંકૂરો આવેલા છે. તે રુધિરવાહીનીયુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

પ્ર.-1 શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે ?

ઉત્તર :-  હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે.

પ્ર.- 2 ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયાં છે.?

ઉત્તર :- 

પ્ર.- 3 મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે ?

ઉત્તર :-  મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબીન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય હોવાથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે.

પ્ર.-4 વાતવિનિમય માટે માનવના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ છે?

ઉત્તર :-  વાત વિનિમય માટે માનવના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે ની રચનાઓ વાયુ કોષ્ઠ અને તેની ફરતે રુધિરકેશિકાઓ છે.

પ્ર.- 1 માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?

ઉત્તર :- માનવમાં પરિવહન તંત્રના ઘટકો  અને કાર્યો

1.રુધિર

  • (i) રુધિરરસ :- વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નું વહન
  • (ii) રક્તકણ(રાતા રુધિર કોષો) :- ઑક્સિજનનું વહન
  • (iii) શ્વેતકણ (શ્વેત રુધિર કોષો) :- રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
  • (iv) ત્રાકકણ :- રુધિર ગંઠાઈ જવાની ક્રિયા

2.હૃદય :- રુધિરના પંપ તરીકે કાર્ય કરે

3. રુધિરવાહિનીઓ

  • (i)ધમનીઓ :- હૃદયથી અંગો તરફ રૂધિરનું વહન
  • (ii)શિરાઓ :- વિવિધ અંગોથી હૃદય તરફ રૂધિરનું વહન
  • (iii)રુધિરકેશિકાઓ :- રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે

4. લસિકા :- નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે.

પ્ર.- 2  સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે?

ઉત્તર :- સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે. તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઊર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે.

પ્ર.- 3 ઉચ્ચકક્ષાની વનસ્પતિઓ માં વહન તંત્રના ઘટકો કયા છે ?

ઉત્તર :- (i) જલવાહક (જલવાહિની અને જલવાહિનિકી) (ii) અન્નવાહક (ચાલની નલિકા અને સાથી કોષો)

પ્ર.- 4 વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનુ વહન કેવી રીતે થાય છે.?

ઉત્તર :- 

પાણીના સંવહન નો માર્ગ : મૂળ પ્રકાંડ અને પર્ણમાંની જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના વહનનો સળંગ માર્ગ બનાવે છે.

મૂળ દ્વારા પાણીનું શોષણ : મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે .

પાણી નો સ્તંભ :

 મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે.

મુળદાબ દ્વારા પાણીનું વહન : 

મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે.વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે.

બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન : 

વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પર્ણ દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઊર્ધ્વ વહન માટે મુખ્ય પ્રેરક છે.

પ્ર.- 5 વનસ્પતિમાં ખોરાકનુ સ્થાળાંતરણ કેવી રીતે થાય છે?

ઉત્તર :- પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજોના વહનને સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી પેશીને અન્નવાહક પેશી કહે છે. પ્રકાશસંશ્લેષણની નીપજો ઉપરાંત અન્નવાહકમાં એમિનોએસિડ અને અન્ય પદાર્થો વહન પામે છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતાં અંગો બીજ,ફળ તેમજ વૃદ્ધિ પામતા અંગો તરફ થાય છે. અન્નવાહકમાં સ્થળાંતરણ દરમ્યાન ઊર્જાનો ઉપયોગ થાય છે.

સુક્રોઝ(શર્કરા) ATPમાથી ઉર્જા મેળવી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે. તેથી આસૃતિદાબ માં થતો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ,વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે.

પ્ર.- 1 મૂત્રપિંંડનલિકાની રચના અને તેની ક્રિયાવિધિનુ વર્ણન કરો.

ઉત્તર :- 

મૂત્રપિંડનલિકાની રચના :-

  • મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.
  • પ્રત્યેક મુત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે.
  • તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલી હોય છે. મુત્રપિંડનલિકા લાંબી અને ગૂંચળામય રચના છે. જેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે.
  • તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે.
  • બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે.
  • તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.

મૂત્રપિંડનલિકાની ક્રિયાવિધિ:-

  • મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.
  • મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુકત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા,યુરિક એસિડ વગેરેને દૂર કરે છે.
  • ગાળણ એકમો મૂત્રપિંડનલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે.
  • બાઉમેનની કોથળીમાં આ ગાળણ એકત્ર થાય છે.

પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ,એમિનો એસિડ,ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે. તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પુનઃશોષણ પામે છે. પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે.

પ્ર.- 2 ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઇ રીતો કે પદ્વતિઓનો ઉપયોગ થાય છે.?

ઉત્તર :- વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી આમ છતાં, તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે. વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન સીધો વાતાવરણમાં મુક્ત કરે છે. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ દ્વારા મુક્ત કરે છે. કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણ ખરી પડે છે.

કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝીન, અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગદ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.

પ્ર.- 3 મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?

ઉત્તર :- 

મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.

પ્ર.- 1 મનુષ્યમાં મૂત્રપિંડ એ ‌‌‌‌‌‌_______સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.

ઉત્તર :- (a) ઉત્સર્જન

પ્ર.- 2 વનસ્પતિઓમાં જલવાહક __________માટે જવાબદાર છે.

ઉત્તર :- (b) પાણીના વહન

પ્ર.- 3 સ્વયંપોષી માટે _______ આવશ્યક છે.

ઉત્તર :- (d) આપેલ તમામ

પ્ર.- 4 _______ માં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોકસાઇડ,પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.

ઉત્તર :- (b) કણાભસૂત્રો

પ્ર.- 5 આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?

ઉત્તર :-  

પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.

પ્ર.- 6 ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?

ઉત્તર :- લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ  →  માલટોઝ (શર્કરા)

પ્ર.- 7 સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?

ઉત્તર :-  

સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:- 

  1. ક્લોરોફિલની હાજરી
  2. પ્રકાશશક્તિનુ શોષણ
  3. પાણીના અણુનુ વિઘટન
  4. કાર્બન ડાયોકસાઇડનુ કાર્બોદિતમાં રિડકશન

તેની નીપજો:-  ગ્લુકોઝ , કાર્બોદિત અને ઓક્સિજન

પ્ર.- 8 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.

ઉત્તર :- 

જારક શ્વસનઅજારક શ્વસનઆ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે.

આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે.

આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે.

આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.

અજારક શ્વસન કરતા સજીવોના નામ :- યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ

પ્ર.- 9 વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે.?

ઉત્તર :-  ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલા છે. ફેફસામાં હવા નો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠો માં પરિણમે છે. વાયુકોષ્ઠો ની દીવાલ પર રુધિરકેશિકા ની જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠો ની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે.

પ્ર.- 10 આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?

ઉત્તર :- આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે , આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ , થાક , કંટાળો વગેરે જોવા મળે છે.

પ્ર.- 11 મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે.?

ઉત્તર :-  મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે. મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

પ્ર.- 12 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?

ઉત્તર :- 

જલવાહકઅન્નવાહક
પાણી અને ખનીજ દ્રવ્યોનુ વહન થાય છે.મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનુ સ્થાળાંતરણ થાય છે.
તેમા વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતુ ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે.તેમાં સ્થાળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.
તેમા દ્રવ્યોના વહન માટે ATP નો ઉપયોગ થતો નથી.તેમા દ્રવ્યોના સ્થાળાંંતરણ માટે ATP નો ઉપયોગ થાય છે.
જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે.ચાલનીનલિકા અને સાથીકોષો સ્થાળાંતરણમાં સંકળાયેલા છે.

પ્ર.- 13 ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.

ઉત્તર :- 

વાયુકોષ્ઠોમૂત્રપિંડનલિકા
તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે.તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે.
તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે.તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે.
તે શ્વાસવાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે.તે રુધિરનુ ગાળણ કરી નાઇટ્રોજનયુકત ઉત્સર્ગ દ્ર્વ્યો દૂર કરે છે.
તેની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે.તેના બાઉમેનની કોથળી ભાગે રુધિરકેર્શિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે.
Contents show
Scroll to Top