ધો.10 વિજ્ઞાન પ્ર – 11 વિદ્યુતની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-11 MCQ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ વિદ્યુતપ્રવાહ અને પરિપથ
⇒ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત
⇒ પરિપથ આકૃતિ
⇒ ઓહમનો નિયમ
⇒ અવરોધકોના તંત્રનો અવરોધ
⇒ વિદ્યુતપ્રવાહની તાપીય અસર
⇒ વિદ્યુતપાવર
(1) નીચે પૈકી કઈ ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે.?
A) નિકલ B) તાંબુ C) નિક્રોમ D) એલ્યુમીનીયમ
(2) વિદ્યુતભારનો SI એકમ ________ છે.
A) વોટ B) જૂલ C) વોલ્ટ D) કુલંબ
(3) પાવર નો SI એકમ ________ છે.
A) વોલ્ટ B) એમ્પિયર C) કુલંબ D) જૂલ
(4) 1 kWh = ________જૂલ.
A) 0.39 X 10^8 B) 3.9 X 10^5 C) 36 X 10^9 D) 3.6 X 10^6
(5) વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું સાધન ________ છે.
A) ગેલ્વેનોમીટર B) કળ C) વોલ્ટમીટર D) એમીટર
(6) બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.
A) 5 Ω અને 5 Ω B) 8 Ω અને 2 Ω C) 6 Ω અને 4 Ω D) 7 Ω અને 3 Ω
(7) ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે?
A) આપેલ તમામ B) V=IR C) I= V/R D) R=V/I
(8) એક વિદ્યુત બલ્બ 220V નાં જનરેટર સાથે જોડેલ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 2A હોય તો બલ્બનો પાવર ___________ થાય?
A) 330W B) 440W C) 220W D) 110W
(9) વિદ્યુત પરીપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને __________ કહે છે.
A) એમીટર B) વોલ્ટમીટર C) વિદ્યુત કોષ D) રીઓસ્ટેટ
(10) વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે.
A) કુલંબ B) ઓહમ C) વોટ D) વોલ્ટ
🔔 ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજીના Most IMP પ્રશ્નો
Join a Social Media | |
---|---|
WhatsApp Channel માં જોડાવા માટે | Click Here |
Telegram Channel માં જોડાવા માટે | Click Here |
YouTube Channel Subscribe કરવા માટે | Click Here |
Our Website Home Page | Click Here |