1. ગુજરાતી ભાષાની પ્રથમ એકાંકી ‘લોમહર્ષિણી’ ના લેખક કોણ છે ?
➡️ બટુભાઈ ઉમરવાડિયા
Gujarati Sahitya one linear Questions
2. ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રવાસ ગ્રંથ કોને લખ્યો છે ?
➡️ મહિપતરામ રૂપરામ નીલકંઠ
3. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
➡️ ભાલણ
4. પ્રથમ રાષ્ટ્રીય બાળસાહિત્ય પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે ?
➡️ યશવંત મહેતા
5. ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?
➡️ ચંદ્રવદન ચી. મહેતા
6. ગુજરાતી કવિતાના કણ્વ તરીકે કોણ ઓળખાય છે ?
➡️ નરસિંહરાવ દિવેટિયા
7. તત્વજ્ઞાન સાહિત્ય માટે સૌ પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કોણે મળ્યો હતો ?
➡️ પંડિત સુખલાલજી
8. જીવન ચરિત્ર સાહિત્ય માટેનો સૌ પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કઈ કૃતિને મળ્યો હતો ?
➡️ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
9. પ્રેમાનંદ સુર્વણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે ?
➡️ કવિ ‘મરીઝ’
10. ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ ના લેખક કોણ છે ?
➡️ મહિપતરામ નીલકંઠ
11. ગુજરાતી ભાષાનું સૌથી મોટું કયું પુસ્તક ગણાય છે ?
➡️ ભગવદ્ ગોમંડળ
12. ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાષા’ એવી સંજ્ઞાથી ઓળખાવનાર મધ્યકાલીન કવિ કોણ હતા ?
➡️ ભાલણ
13. ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્યો શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે ?
➡️ કવિ ખબરદાર
14. ગુજરાતી સાહિત્યમાં રોજનીશી લખવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?
➡️ દુર્ગારામ મહેતાજી
Read More: Gujarati Sahitya MCQ | ગુજરાતી સાહિત્ય Best 50 MCQ
15. મૂર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
➡️ મનુભાઈ પંચોળી ‘દર્શક’
16. નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા પ્રથમ ગુજરાતી કવિ કોણ છે ?
➡️ રાજેન્દ્ર શાહ
17. પ્રેમાનંદ સાહિત્યસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
➡️ હરગોવિંદદાસ કાંટાવાળા
18. સૌ પ્રથમ ધનજી કાનજી ગાંધી સુર્વણ ચંદ્રક મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
➡️ રમેશ પારેખ
19. સૌ પ્રથમ નર્મદ સુર્વણ ચંદ્રક કયા સાહિત્યકારને ફાળે જાય છે ?
➡️ જ્યોતીન્દ્ર દવે
20. પંચતંત્રનો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ‘પંચોપાખ્યાન’ નામે અનુવાદ કોણે કર્યો હતો ?
➡️ ફરદુનજી મર્ઝબાન
21. અમરતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ?
➡️ લોહીની સગાઈ
22. ‘લઘરો’ નામના કાવ્યપાત્રના સર્જક કોણ છે ?
➡️ લાભશંકર ઠાકર
23. અશ્વિન અને મહેરુ કઈ નવલકથાના પાત્રો છે ?
➡️ ગ્રામલક્ષ્મી
24. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા ‘ગોવાલણી’ના લેખક કોણ છે ?
➡️ કંચનલાલ મહેતા ‘મલયાનિલ’
25. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ?
➡️ મારી હકીકત
26. ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાંત નાટક કયું છે ?
➡️ લલિતાદુઃખ દર્શક , નાટ્યકાર – રણછોડભાઈ ઉદયરામ દવે
27. ગુજરાતી ભાષાનો પ્રથમ પદ્યવાર્તાકાર કોણ છે ?
➡️ કવિ શામળ
28. ગુજરાતી ભાષામાં ડોલન શૈલીના પ્રણેતા કોણ છે ?
➡️ ન્હાનાલાલ
29. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
➡️ બાલાશંકર કંથારીયા
30. ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે ?
➡️ રણજિતરામ વાવાભાઈ મહેતા