📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈
📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું
📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ
📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર
📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ
📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું
📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી
📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો
📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં
📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ
📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ
📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ
📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે
📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું
📚પરું – ઉપનગર
📚પરુ – પાચ
📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ
📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો