ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ Quiz Bank | GUJARAT GYAN GURU QUIZ Quiz Bank | G3Q Quiz Bank
શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ Quiz Bank અટેલે કે GUJARAT GYAN GURU QUIZ Quiz Bank (G3Q Quiz Bank) આપવામાં આવી છે.
- તારીખ: 02/09/2022
- ક્વિઝ માધ્યમ / Quiz Language: ગુજરાતી
1. PMJJBY યોજના લાભ મેળવવા 27.04.2022 સુધીમાં કુલ કેટલા લોકોએ નોંધણી કરાવી છે ?
Answer: 12.4 કરોડ
2. અહીં આપેલ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ અટલ પેન્શન યોજનાની વાત કરવામાં આવી છે. તો આ યોજના કયારે ચાલુ કરવામાં આવી છે ?
Answer: વર્ષ 2015
3. દૂધમાંથી કયું પ્રોટીન મળે છે જે દૂધને તેનો સફેદ રંગ આપે છે ?
Answer: કેસિન
4. ‘CSIR’ નું પૂરું નામ શું છે?
Answer: કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ
5. IIT ગાંધીનગર ગુજરાતના કયા નદી કિનારે આવેલું છે ?
Answer: સાબરમતી
6. ગુજરાતની સૌથી જૂની લો કોલેજ કઈ છે ?
Answer: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
7. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થી નાણાકીય સહાય મળવા પાત્ર છે ?
Answer: એકવાર
8. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મહત્ત્વાકાંક્ષી ‘સ્વચ્છ ભારત અભિયાન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2જી ઓક્ટોબર 2014
9. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
Answer: ફેબ્રુઆરી
10. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિકનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક
11. લંડનમાં ડૉ.આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
12. સોલંકી વંશના કયા શાસકે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો ?
Answer: સિદ્ધરાજ સોલંકી
13. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા ?
Answer: 1915
14. દરિયાખાન ઘુમ્મટ ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ
15. નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: ભક્તિયુગ
16. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર કાવ્યસંગ્રહ કયો છે ?
Answer: યુગવંદના
17. લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાયક – લોકકવિ કોણ છે ?
Answer: દુલા ભાયા કાગ
18. ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે ?
Answer: સંસ્કૃત
19. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું ?
Answer: યશોધરા
20. નીચેનામાંથી કયો વેદ વેદત્રયીનો ભાગ નથી ?
Answer: અથર્વવેદ
21. ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ?
Answer: કારતક સુદ એકમ
22. ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ કયા તહેવાર તરીકે ઉજવાય છે ?
Answer: ગુડી પડવો
23. ‘કાન્ત’ કોનું તખલ્લુસ છે ?
Answer: મણિશંકર રત્નજી ભટ્ટ
24. 1965ના ભારત-પાક યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની દુર્ઘટનામાં નિધન થયું હતું ?
Answer: બળવંતરાય મહેતા
25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત વળતર ચૂકવણી જે તે વર્ષના કયા માસમાં કરવામાં આવે છે ?
Answer: નવેમ્બર
26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ(પક્ષી) જોવા મળે છે ?
Answer: 1232
27. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?
Answer: 107
28. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 6.05
29. સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?
Answer: ડુમ્મસ
30. કર્ણાટકનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: હાથી
31. રાજસ્થાનનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: ધોરાડ
32. ભારતનો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?
Answer: ચારણકા
33. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઇનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમની જાહેરાત કયા વિભાગે કરી છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
Answer: ભાલિયા ઘઉં
35. ઈ.એફ.આઈ.આરની તપાસ પૂર્ણ કરી કોર્ટમાં કેટલા દિવસમાં રિપોર્ટ મોકલવાનો હોય છે ?
Answer: 21 દિવસ
36. ભારતમાં ‘નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ’ ક્યાં આવેલું છે ?
Answer: ગાઝિયાબાદ
37. ગુજરાતના લોકો માટે બહુવિધ વિકાસ અને જીવનની સરળતા વધારવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: ગુજરાત ગૌરવ અભિયાન
38. ગુજરાતમાં ગૌરવ સેના ભવન ક્યાં આવેલુ છે ?
Answer: અમદાવાદ
39. ભારતની કઈ નદી બે વાર કર્કવૃત્તને પસાર કરે છે ?
Answer: મહી
40. ભારત સરકારની કઈ સર્વોચ્ચ સંસ્થા મે-૨૦૧૬થી આપત્તિના પ્રતિભાવમાં સામુદાયિક સ્વયંસેવકોની તાલીમ માટે ‘આપદા મિત્ર’ની કેન્દ્રીય ક્ષેત્રની યોજના અમલમાં મૂકી રહી છે ?
Answer: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
41. ભારતમાં 2018માં નવા ‘મહિલા સુરક્ષા વિભાગ’ની સ્થાપના કોણે કરી ?
Answer: ગૃહ મંત્રાલય
42. તમાકુના વ્યસનનો ઘટાડો કરવા માટે કયો કાર્યક્રમ શરું કરવામાં આવ્યો છે ?
Answer: નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ
43. ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે સલાહકાર, માર્ગદર્શક અને સુવિધા પુરી પાડવાનું કામ કઈ એજન્સી કરે છે ?
Answer: ઇન્વેસ્ટ ઇન્ડિયા
44. NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
Answer: NER અને સિક્કિમમાં સાધન સામગ્રી સહિત નવા ઉત્પાદનો અને પ્રક્રિયાઓ વિકસાવવા માટે MSME ને સામાન્ય સુવિધાઓ માટે
45. પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?
Answer: ભરૂચ
46. 2016માં કરેલ જાહેરાત મુજબ, ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
Answer: ચેન્નઈ
47. ભારત સરકારની ‘દીનદયાલ અંત્યોદય યોજના’નાં લાભાર્થીઓ કોણ છે ?
Answer: શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ લોકો
48. આઈ.ટી.આઈ. જનરલ કેટેગરીના તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
Answer: 200
49. રાજ્ય વિધાનસભામાં કોની પૂર્વ સંમતિથી મની બિલ રજૂ કરી શકાય છે ?
Answer: રાજ્યપાલ
50. બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને રાજ્યસભાનું વિસર્જન કરવા સક્ષમ બનાવે છે?
Answer: અનુચ્છેદ 356
51. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યો વચ્ચે સહકારની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ 263
52. સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ હેઠળ બેંકમાં કઈ નોટો આવે છે?
Answer: 500 અને 1000 ની નોટો
53. ભારતમાં કોલેજિયમ સિસ્ટમ પ્રથમ વખત કયા સંબંધમાં દાખલ કરવામાં આવી હતી ?
Answer: ન્યાયતંત્ર
54. બોનસ અધિનિયમ 1965માં કેટલા વખત સુધારા કરવામાં આવ્યા છે ?
Answer: 5 વખત
55. કયા મંત્રાલયે સંસદમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (સુધારા) બિલ 2021 રજૂ કર્યું ?
Answer: આયુષ મંત્રાલય
56. ભારત સરકારની કઈ સમિતિએ બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?
Answer: સ્વર્ણ સિંહ સમિતિ
57. મુખ્યમંત્રી ગૃહ યોજના કેન્દ્રની કઈ યોજના હેઠળ વધારાની રાજ્ય સહાય પુરી પાડે છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના
58. ‘હર ખેત કો પાની’ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
Answer: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ
59. નીચેનામાંથી કયો દરિયાકિનારો પરવાળા અને મેન્ગ્રુવ માટે જાણીતો છે ?
Answer: ઓખામંડળથી કચ્છના રણ સુધીનો
60. કયા રાજ્યે સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી ?
Answer: ગુજરાત
61. 73માં બંધારણીય સુધારામાં અનુસૂચિ દાખલ કરી તેમાં કેટલાં વિષયો પંચાયતોને ફાળવવામાં આવ્યા છે ?
Answer: 29
62. ગુજરાત રાજ્યના ખેડૂતોની ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશેની માહિતી કયા પોર્ટલ પર સમયસર મળી રહે છે ?
Answer: i-ખેડૂત પોર્ટલ
63. ગુજરાત રાજ્યમાં ‘ જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ’ના અસરકારક અમલીકરણ માટેની નોડલ એજન્સીનું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી
64. એકવાર ભારતમાલા અમલમાં મુકાયા પછી કેટલા જિલ્લાઓને નેશનલ હાઈવે લિન્કેજ દ્વારા જોડવાની અપેક્ષા છે ?
Answer: 550
65. ગુજરાતમાં પ્રખ્યાત પર્યટન સ્થળ ‘બ્લેક હિલ’ કયા સ્થળે આવેલું છે ?
Answer: કચ્છ
66. ગુજરાતનું પ્રસિદ્ધ ઊંટડિયા મહાદેવ મંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?
Answer: વાત્રક
67. પ્રસાદ યોજનાનો હેતુ ભારતમાં કયા પર્યટનના વિકાસ અને પ્રચાર માટે માર્ગ મોકળો કરવાનો છે ?
Answer: ધાર્મિક પ્રવાસન
68. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘આઉટડોર પ્રેક્ટિસ ફીલ્ડ’ ની સંખ્યા કેટલી છે ?
Answer: 3
69. નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2016
70. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના ‘SIPDA’ નું પૂરું નામ શું છે ?
Answer: સ્કીમ ફોર ઇમ્પ્લીમેંટેશન ઓફ પર્સન વીથ ડીસેબીલીટી એક્ટ
71. પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દશ માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની ફેલોશિપ સહાય મળે છે ?
Answer: માસિક રૂપિયા 3000
72. ગુજરાતમાં વર્ષ 2021 દરમિયાન રૂપિયા બે હજાર કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારોમાં કેટલા ઘરોને નળ જોડાણ આપવામાં આવેલ છે ?
Answer: 5 લાખ ઘરોને
73. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરો પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 6000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત ચઢેલા હોવા જોઇએ ?
Answer: બે
74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022માં ગુજરાત રાજ્યમાંથી ‘નારી શક્તિ પુરસ્કાર’ એવોર્ડ મેળવનાર કોણ છે ?
Answer: નિરંજનાબેન કલાર્થી
75. નીચેનામાંથી કયો હોર્મોન શરીરમાં કેલ્શિયમના શોષણને દબાવવા માટે જવાબદાર છે ?
Answer: કેલ્સીટોનિન
76. વિમાનના ટાયરમાં કયો ગેસ ભરાય છે ?
Answer: નાઇટ્રોજન
77. ડેસિબલ એકમ શું માપવા માટે વપરાય છે ?
Answer: અવાજની તીવ્રતા
78. સ્ટીમ એન્જિનના શોધક કોણ છે ?
Answer: જેમ્સ વોટ
79. ગાંધીજીને પ્રથમ વખત ‘મહાત્મા’ તરીકે કોણે ઓળખાવ્યા ?
Answer: રવીન્દ્રનાથ ટાગોર
80. ભારતીય ધ્વજ સંહિતા મુજબ ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શું છે ?
Answer: 03:02
81. ભારતનું બંધારણ કોના હસ્તે લખાયું હતું ?
Answer: પ્રેમ બિહારી નારાયણ રાયજાદા
82. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ઇ-સાઇન કરેલા મુખ્ય ઓળખ દસ્તાવેજોને વહેચવા અને સંગ્રહિત કરવા માટે કઈ ડિજિટલ એપ્લિકેશન બનાવવામાં આવી છે ?
Answer: ડિજિલોકર
83. આમાંથી કયું રાજ્ય ભારતનેટ પ્રોજેક્ટના અમલીકરણમાં અગ્રેસર છે?
Answer: ગુજરાત
84. નીચેનામાંથી કયું ડિજિટલ લર્નિંગ એન્વાયરમેન્ટ ડિઝાઈન સાથે સંબંધિત છે ?
Answer: ઇ-કલ્પ
85. વિષુવવૃત્ત પરના કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
Answer: 111 કિમી
86. કચ્છના અખાત પર આવેલા સલાયાથી કયા સ્થળ સુધી ક્રૂડઓઈલની પાઇપલાઈન પાથરવામાં આવી છે ?
Answer: મથુરા
87. ભારતની નાણાકીય રાજધાની કઈ છે?
Answer: મુંબઈ
88. અસહકાર આંદોલનના જનક તરીકે કોને ઓળખવામાં આવ્યો છે ?
Answer: રોલેટ એક્ટ
89. ગુરુ નાનકનો જન્મ કયાં થયો હતો ?
Answer: તલવંડી
90. સ્વતંત્રતા આંદોલનમાં લતિકા ઘોષે કયા સંગઠનની સ્થાપના અને નેતૃત્વ કર્યું હતું ?
Answer: મહિલા રાષ્ટ્રીય સંઘ
91. નીચેનામાંથી કયો ધોધ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલો છે ?
Answer: ગાથા ધોધ
92. ગુજરાતમાં શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 2022 માં કેટલા ટકા ઘટ્યો છે ?
Answer: 3.39 %
93. વાનખેડે સ્ટેડિયમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: મહારાષ્ટ્ર
94. નીરજ ચોપરાએ કયા દેશમાં યોજાયેલી પાવો નુર્મી ગેમ્સમાં ભાલા ફેંકમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ બહેતર બનાવ્યો ?
Answer: ફિનલેન્ડ
95. ભારતના પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટન કોણ હતા?
Answer: અજીત વાડેકર
96. પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ?
Answer: કલમ-7
97. ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ બંધારણની કઈ કલમમાં છે ?
Answer: કલમ-20
98. ‘પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ (POEM)’ કયા સંગઠન સાથે સંકળાયેલું છે ?
Answer: ISRO
99. પ્રાણી વિજ્ઞાનની એવી શાખાને શું કહેવામાં આવે છે જેમાં પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે ?
Answer: બાયોઇકોલોજી
100. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: કૃષ્ણમ્મલ જગન્નાથન
101. વર્ષ 2014 માટે 62માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: શશી કપૂર
102. વર્ષ 1996 માટે 44માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: શિવાજી ગણેશન
103. ‘વિશ્વ દૂરસંચાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 17 મે
104. ‘આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 26 જાન્યુઆરી
105. નીચેનામાંથી કયા સ્થળે, ભારતનો મુખ્ય તાંબાનો ભંડાર છે ?
Answer: બિહારના હજારીબાગ અને સિંગભૂમ
106. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
Answer: બનાસકાંઠા
107. કયા ભારતીયને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ દ્વારા ગોલ્ડન એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
Answer: વિજય અમૃતરાજ
108. ‘કાચબા કાચબી’નું જાણીતું ભજન કોણે રચ્યું છે ?
Answer: ભોજાભગત
109. કયું રાજ્ય એલજીબીટી સમુદાય માટે સમર્પિત રાજ્ય-સ્તરની અદાલતનું આયોજન કરવા માટે તૈયાર છે ?
Answer: કેરળ
110. ભારતીય નૌકાદળની કલવરી વર્ગની સબમરીન કઈ છે ?
Answer: આઇએનએસ કરંજ
111. નીચેનામાંથી ગુજરાતનું કયુ સ્થળ સાત નદીઓનું સંગ મસ્થાન છે ?
Answer: વૌઠા
112. સુરેંદ્રનગરના એક કાંઠે આવેલ વઢવાણ શહેરનો ગઢ કયા રાજાએ બંધાવ્યો હતો ?
Answer: સિદ્ધરાજ જયસિંહ
113. પુરાણોની સંખ્યા કેટલી છે ?
Answer: 18
114. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાની ડિઝાઇન કોણે કરી હતી ?
Answer: જ્યોર્જ વિટ્ટેટ
115. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર (ભદ્રેસર) ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: કચ્છ
116. દ્વાદશ જયોતિર્લિંગમાનું એક ‘નાગેશ્વર જ્યિતિર્લિંગ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: દેવભૂમિ દ્વારકા
117. સાહા સમીકરણની શોધ કોણે કરી ?
Answer: મેઘનાદ સાહા
118. શેઠ છડામીલાલ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ ‘ભગવાન બાહુબલી મંદિર’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
Answer: ઉત્તરપ્રદેશ
119. પ્રકૃતિના ત્રણ ગુણો કયા છે ?
Answer: સત્વ, તમસ અને રજસ
120. આ શ્રેણી જુઓ: 21, 9, 21, 11, 21, 13, 21, … આગળ કઈ સંખ્યા હોવી જોઈએ?
Answer: 15
121. આમાંથી કયા કેબલમાં, કોઈ વિદ્યુત સિગ્નલ પસાર થતું નથી ?
Answer: ફાઇબર ઓપ્ટિક
122. આપેલમાંથી કયું ઇમેજ ફાઇલ ફોર્મેટ છે ?
Answer: jpg
123. રાણકી વાવ કોણે બંધાવી હતી ?
Answer: રાણી ઉદયમતી
124. કેરળની પરંપરાગત કઠપૂતળીને શું કહેવામાં આવે છે ?
Answer: પૈવકુટુ
125. ત્રણ વલયવાળો ગ્રહ કયો છે ?
Answer: શનિ
126. મેડિકલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા NEET નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (National Eligibility Entrance Test)
127. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?
Answer: આણંદ
g3q questions and answers today college students in Gujarati language
1. દેશના પ્રવાસી મજૂરોને મદદ કરવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરુ કરેલ છે?
Answer: ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન
2. બહેનોના સ્વાસ્થ્ય, સુવિધા અને સશક્તિકરણના આ સંકલ્પને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કઈ યોજનાએ ખુબ મોટુ બળ આપ્યું છે ?
Answer: ઉજ્જવલા યોજના
3. AGR 4 (કૃષિ મશીનરી) હેઠળ કૃષિ યાંત્રિકરણ વધારવા માટે કોને સહાય આપવામાં આવે છે ?
Answer: રાજ્યનો કોઈપણ SC શ્રેણીનો ખેડૂત
4. રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારના ખેડૂતોને વિવિધ ઈન્પુટ્સમાં સહાય આપવાની યોજના(Integrated Scheme of Oilseeds, Pulses, Oil Palm and Maize) કઈ છે ?
Answer: આઈસોપોમ યોજના
5. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું ?
Answer: સિક્કિમ
6. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Answer: ખેડા
7. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?
Answer: વિદ્યાદીપ યોજના
8. ‘એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ’ હેઠળ મોરેટોરિયમ સમયગાળો શું છે ?
Answer: અભ્યાસક્રમનો સમય અને એક વર્ષ
9. ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન લોન પર ‘ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ’માં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે કેટલા પર્સેન્ટાઇલ પાત્ર છે ?
Answer: 60 કે તેથી વધુ પર્સન્ટાઈલ
10. ગુજરાતમાં પુસ્તકાલયની સ્થાપનાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
Answer: મહારાજા સયાજીરાવ
11. ચારણકા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
Answer: 730 MW
12. ભારત સરકાર દ્વારા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રોજેક્ટમાં કયા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
13. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાંથી મળેલા એલઇડી બલ્બની વોરંટી કેટલા સમય માટે છે ?
Answer: 3 વર્ષ
14. સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં ભારતનું સ્થાન કેટલું છે ?
Answer: પાંચમું
15. ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ હેઠળ કયા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે ?
Answer: સરહદી ગામો
16. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?
Answer: મહેસૂલ વિભાગ
17. ‘સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ’ અંતર્ગત લાભાર્થીને કેટલા દૂધાળા પશુઓ માટે લાભ આપવામાં આવે છે ?
Answer: 2
18. ગુજરાતના વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
Answer: ધોળકા
19. ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં સ્વતંત્રતા અને પરતંત્રતા વિષયક કાવ્યો છે ?
Answer: સિંધુડો
20. ગીતા જયંતીની ઉજવણી ક્યારે થાય છે ?
Answer: માગસર સુદ અગિયારસ
21. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?
Answer: ચિતરંજન દાસ
22. એન્ની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
Answer: થિયોસોફિકલ સોસાયટી
23. મિશેલિયા ચંપાકા (ચંપો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
Answer: શ્રી મુનિસુવ્રત સ્વામી
24. ગુજરાતમાં વિનાશના આરે(Critically endangered-CR) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 3
25. ડેઝર્ટ ઇકૉલૉજી ફેલોશિપમાં દર મહિને સ્ટાઇપેન્ડ અને આકસ્મિક અનુદાન કેટલું આપવામાં આવે છે ?
Answer: 3500 રૂપિયા અને 1000 રૂપિયા
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
Answer: 999
27. નીચેનામાંથી કોનો સમાવેશ ‘વિંધ્યાચલ પર્વતમાળા’માં થતો નથી ?
Answer: રાજપીપળાની ટેકરીઓ
28. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?
Answer: એન્જિનિયરિંના વિદ્યાર્થીઓ
29. ભારત સરકારની કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: ગ્રીન ઇન્ડિયા મિશન
30. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?
Answer: હોમી જહાંગીર ભાભા
31. 2020માં કેટલા પોલીસ અધિકારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે ?
Answer: 121
32. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની રચના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 17મી માર્ચ, 1986
33. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: ઑપરેશન ગંગા
34. ખાસી અને ગારો પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મેઘાલય
35. ગંગા તથા બ્રહ્મપુત્રાના સંયુકત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: મેઘના
36. ગુજરાત સરકારની ‘બાળસખા યોજના’ નો હેતુ શું છે ?
Answer: ગરીબ પરિવારોમાં થતાં નવજાત શિશુઓનાં બાળમૃત્યુ દર ઘટાડવાનો
37. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘વ્હાલી દિકરી યોજના’નો હેતુ શું છે ?
Answer: કન્યા જન્મ ગુણોત્તરમાં સુધારો કરવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
38. ‘ગુજરાત મોતિયા-મુક્ત અભિયાન’નું વર્ષ 2025 નું લક્ષ્ય શું છે ?
Answer: અંધત્વનો દર ઘટાડીને 0.25 કરવો
39. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
Answer: આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર)
40. નૅશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ કોના માટે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: ડૉકટરો, નર્સો અને પેરામેડિક્સ
41. ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: આપ કે દ્વાર આયુષ્માન
42. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલી બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
Answer: કૃષિ-ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવી
43. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
Answer: NER અને સિક્કિમમાં ઉત્પાદન માટે સામાન્ય સુવિધાઓનું નિર્માણ કરવું
44. ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?
Answer: કસ્તૂરભાઈ લાલભાઈ
45. ગુજરાત સરકારની ‘અકસ્માત જૂથ વીમા યોજના’ નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોનાં કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 70 વર્ષ
46. બાંધકામ કામદારનાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 લાખ
47. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળા’નું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
Answer: 2014
48. કોવિડ -૧૯ બાદ ઊભી થયેલી કુશળ શ્રમયોગીની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા કયો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સંકલ્પ પ્રોજેક્ટ
49. રાષ્ટ્રપતિ ક્યારે ઈમરજન્સીની ઘોષણા કરી શકે છે ?
Answer: જ્યારે આવી ઘોષણા જારી કરવા માટે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયની તેમને લેખિતમાં જાણ કરવામાં આવે
50. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?
Answer: નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ
51. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
Answer: ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
52. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટને વધુ સંવેદનશીલ, નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભા અને સર્વાંગી વિકાસને મજબૂત કરવા ગતિશીલ બનાવીને તેનું આધુનિકીકરણ કરો. કયા વિભાગનુ મિશન છે?
Answer: મહેસૂલ વિભાગ
53. ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શુ છે ?
Answer: પવન નેટવર્ક
54. મુખ્યમંત્રી ગૃહ યોજના વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન કેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે ?
Answer: 21589
55. ગુજરાતમાં ઘરેલું પાણી પુરવઠા અને સિંચાઈને ફાયદો પહોંચાડવા માટે નર્મદા નહેર વિતરણ વ્યવસ્થામાં કેટલી શાખાઓ છે ?
Answer: 38
56. કલ્પસર યોજનાનો હેતુ શું છે ?
Answer: સિંચાઈ માટે પૂરતું પાણી પુરૂ પાડવાનો
57. ગુજરાતમાં “નદીઓનું જોડાણ” પ્રોજેક્ટ હેઠળ કઈ નદીને સાબરમતી સાથે જોડવામાં આવી છે ?
Answer: સરસ્વતી
58. ગુજરાતની નર્મદા નદી પર બાંધવામાં આવેલ પુલનું નામ શું છે ?
Answer: ગોલ્ડન બ્રિજ
59. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
Answer: બનાસ
60. ગ્રામકક્ષાએથી ખેડૂતો માટે 7/12 અને 8-અ ના ઉતારા, જન્મ – મરણનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ઈ-ગ્રામ પોર્ટલ
61. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત લોકભાગીદારીથી પડતર જગ્યાઓ પર જાહેર બગીચા, પાર્ક બનાવવામાં આવે છે ?
Answer: પંચવટી યોજના
62. 73માં બંધારણીય સુધારા મુજબ દરેક ગામ/જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી કઈ સભાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: ગ્રામસભા
63. ગુજરાતમાં સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તાર ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
Answer: તીર્થગામ-પાવનગામ
64. કઈ યોજના અંતર્ગત ‘વિકાસ દિવસ’ (7-8-2021)ના રોજ કુલ 25,008 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ
65. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?
Answer: લાર્સન એન્ડ ટુબ્રો
66. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
Answer: ઈ- રિક્ષા
67. ‘ચારધામ મહામાર્ગ’ નામના ચારધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
68. ગુજરાત સરકારે કઈ કંપની સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગના 10000 કિલોમીટરના પટ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે MOU કર્યા ?
Answer: iCreate
69. ગુજરાતની તોરણ હોટેલ્સ ફિલ્મ શૂટિંગના બુકિંગ માટે કેટલા ટકા છૂટ આપે છે ?
Answer: 50 ટકા
70. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?
Answer: પ્રભાસ પાટણ
71. અમદાવાદ-ધોલેરા એક્સ્પ્રેસ વે ની લંબાઈ કેટલી હશે ?
Answer: 109 કિ.મી.
72. SHRESHTA યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
73. શ્રેયસ યોજનાનો હેતુ શું છે ?
Answer: સામાન્ય સ્નાતકોને ઈન્ડસ્ટ્રી એપ્રેન્ટિસશીપની તકો પૂરી પાડવી
74. સેવાની મુદત પૂરી થયા પછી સેવા નિધિ હેઠળ અગ્નિવીરને કેટલી રકમ મળશે ?
Answer: 11.71 લાખ
75. ભારતના અંતિમ વાઈસ રોય કોણ હતા ?
Answer: લૉર્ડ માઉન્ટ બેટન
76. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in
77. ખેલકૂદનીતિ 2022- 2027માં ખેલકૂદના વિકાસ માટે સરકારશ્રી દ્વારા જે પી. પી. પી. મોડેલની પરિકલ્પના કરવામાં આવી છે, તેનું પુરૂ નામ શું છે ?
Answer: પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ
78. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 2021માં ભારત ફોન નિર્માણ ક્ષેત્રમાં આખા વિશ્વમાં કયા ક્રમે પહોચ્યું છે ?
Answer: બીજા
79. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’માં સ્વસહાય જૂથના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ ?
Answer: 50 ટકા
80. આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ)ની શ્રેષ્ઠ સુવિધા શું છે ?
Answer: બાળકો અને સ્ત્રીઓને પોષણ પ્રદાન કરવુ
81. કઈ જાતિની મહિલા લાભાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ‘બકરાં એકમની સ્થાપના’ માટે સહાય આપવામાં આવે છે ?
Answer: અનુ.જનજાતિ
82. રાજ્યની મહિલાઓના સોનાના દાગીનાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકારનો કયો વિભાગ કાર્ય કરે છે ?
Answer: ગૃહ વિભાગ
83. છોકરીઓનું કયું વય જૂથ ‘બાલિકા પંચાયત’માં ભાગ લેવા પાત્ર છે ?
Answer: 10- 21 વર્ષ
84. નીચેનામાંથી કયા પશુની કાંકરેજી ઓલાદ વખણાય છે ?
Answer: ગાય
85. પૂર્વોત્તર રાજ્યોને ભારતના અન્ય રાજ્યો સાથે જોડતા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ચિકનસ નેક
86. પોસ્ટલ પીનકોડ પ્રમાણે દેશનું વિભાજન કેટલાં (ભાગ) ઝોનમાં કરવામાં આવ્યું છે ?
Answer: 8
87. ક્રાંતિકારી યુવાન જતીન દાસના નિધનનું કારણ શું હતું ?
Answer: ભૂખ હડતાળ
88. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં ‘સાંગપો’ તરીકે પણ ઓળખાય છે ?
Answer: બ્રહ્મપુત્ર
89. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
Answer: સહ્યાદ્રિ
90. ફ્લાઈંગ શીખ તરીકે કોણ ઓળખાય છે ?
Answer: મિલ્ખા સિંઘ
91. હોકીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?
Answer: 11
92. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
Answer: આંખો
93. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
Answer: કૉલેરા
94. ભારતમાં શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠાં થવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
Answer: 19-1(B)
95. જો ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ ?
Answer: 6 મહિનાની અંદર
96. શિશુ, કિશોર અને તરુણ કોની યોજનાઓ છે ?
Answer: મુદ્રા
97. જીપ્સમ સામાન્ય રીતે કયા મૂળના ખનિજ તરીકે જોવા મળે છે ?
Answer: સેકેંડરી
98. અનાજ એ નીચેનામાંથી શેનો સમૃદ્ધ સ્ત્રોત છે ?
Answer: સ્ટાર્ચ
99. પારાના થર્મોમીટરનો શોધક કોણ હતો ?
Answer: ફેરનહિટ
100. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1997
101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અન્ય – પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: પ્રો. વ્રજ બસી લાલ
102. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 15 મી જાન્યુઆરી
103. વિશ્વમાં માર્ચ મહિનાનો બીજો ગુરુવાર કયા દિવસ તરીકે જાણીતો છે ?
Answer: વિશ્વ કિડની દિવસ
104. કયા દિવસને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 17, જુલાઈ
105. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું ?
Answer: ન્યૂ દિલ્હી
106. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ શું છે ?
Answer: બંસીલાલ વર્મા
107. ટૂંકીવાર્તા સંગ્રહ “અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઈન દહેરા” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે ?
Answer: રસ્કિન બોન્ડ
108. ભારતનું પ્રથમ ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે ?
Answer: માર્સ ઓર્બિટર મિશન
109. ભારતીય નૌકાદળની વિશાખાપટ્ટનમ-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?
Answer: આઇએનએસ ઇમ્ફાલ
110. સિક્કિમના કયા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા ટકાઉપણાની દ્રષ્ટિએ સારું રેટીંગ આપવામાં આવ્યું હતું ?
Answer: તિસ્તા-V
111. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?
Answer: ઈર્શાદ
112. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશના સંસ્થાપક નું નામ શું છે ?
Answer: ચંદ્રગુપ્ત મૌર્ય
113. સિંધુ સભ્યતાનું કાલીબંગા સ્થળ હાલ કયા રાજયમાં આવેલું છે ?
Answer: રાજસ્થાન
114. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: નાગાલેંડ
115. મધ્યપ્રદેશના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે ?
Answer: ઉજ્જૈન
116. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
Answer: કાશી વિશ્વનાથ
117. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ
118. નીચેનામાંથી કયો રક્ત જૂથોની દ્રષ્ટિએ યુનિવર્સલ રિસીપીઇન્ટ બ્લડ ગ્રુપ છે ?
Answer: AB પોઝીટીવ
119. પુખ્તવયના માનવનું સરેરાશ રુધિર દબાણ(બ્લડ પ્રેશર) કેટલું હોય છે ?
Answer: 120/80
120. એક નિબલ બરાબર કેટલા બિટ્સ છે ?
Answer: 4
121. નીચેનામાંથી કયું કૉમ્પ્યુટરનું ગૌણ સંગ્રહ ઉપકરણ છે ?
Answer: પોર્ટેબલ હાર્ડડિસ્ક
122. ઐતિહાસિક ‘ભદ્રનો કિલ્લો’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ
123. ગુજરાતમાં ‘ઉપરકોટનો કિલ્લો’ ક્યાં આવેલો છે ?
Answer: જૂનાગઢ
124. લાભાર્થીઓને સરકારી યોજનાઓનો ઝડપી અને સીધો લાભ મળે તે માટે કેવા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ?
Answer: ડિજિટલ સેવા
125. દાંતનું એનેમલ શેનું બનેલુ હોય છે ?
Answer: કેલ્શિયમ ફોસ્ફેટ
126. ‘नभः स्पृशं दीप्तम्’ આ કોણે સ્વીકારેલ ધ્યેયવાક્ય છે ?
Answer: વાયુસેના
127. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
Answer: કચ્છ