WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

50 General Knowledge MCQs in Gujarati – સામાન્ય જ્ઞાન Part-02

General Knowledge MCQs in Gujarati

01. કઈ તારીખને વિશ્વ વન દિવસ (World Forest Day અથવા the International Day of Forests) તરીકે મનાવવામાં આવે છે?

(A) 21 માર્ચ

(B) 22 એપ્રિલ

(C) 16 સપ્ટેમ્બર

(D) 29 ડિસેમ્બર


ઉત્તર: (A) 21 માર્ચ

  • 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

02. “જય જવાન, જય કિસાન”નો નારો કોણે આપ્યો હતો?

(A) સરદાર વલ્લભભાઈ પટેલ

(B) ભગતસિંહ

(C) લાલ બહાદુર શાસ્ત્રી

(D) જવાહરલાલ નહેરુ


ઉત્તર: (C) લાલ બહાદુર શાસ્ત્રી

  • “જય જવાન જય કિસાન” એ ભારતનો પ્રખ્યાત નારો છે.
  • આ નારો સૌપ્રથમ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો.

03. ‘હિરાકુંડ બાંધ’ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

(A) કાવેરી

(B) મહાનદી

(C) સતલજ

(D) ગોદાવરી


ઉત્તર: (B) મહાનદી

  • ‘હિરાકુંડ બાંધ’ મહાનદી પર બાંધવામાં આવ્યો છે.
  • આ વિશ્વનો સૌથી લાંબો માટીનો ડેમ છે.
  • હીરાકુડ બાંધને 12 ઓક્ટોબર, 2021ના રોજ રામસર સાઈટ જાહેર કરવામાં આવી હતી.

04. ભગવાન બુદ્ધે તેમના જીવન દરમિયાન સૌથી વધારે ઉપદેશો ક્યા સ્થળે આપ્યા હતા?

(A) સારનાથ

(B) કુશીનગર

(C) શ્રાવસ્તી

(D) બોધગયા


ઉત્તર: (C) શ્રાવસ્તી

  • ભગવાન ગૌતમ બુદ્ધે તેમના જીવનમાં સૌથી વધારે ઉપદેશો કૌશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યા હતા.
  • ગૌતમ બુદ્ધે તેમનો પહેલો ઉપદેશ વારાણસી નજીક સારનાથમાં આવેલા હિરણ ઉદ્યાનમાં આપ્યો હતો. આ ઘટનાને ધર્મ-ચક્ર-પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે.

05. ગુજરાતનું ક્યુ સ્થળ તુવેરદાળ માટે પ્રખ્યાત છે?

(A) બોરસદ

(B) વાંસદા

(C) વીરમગામ

(D) વાસદ


ઉત્તર: (D) વાસદ

  • વાસદ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આણંદ તાલુકામાં આવેલું એક ગામ છે. જે તુવેર દાળનાં ઉત્પાદન માટે સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે.

06. “પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી” ક્યા સ્થળે આવેલી છે?

(A) અંકલેશ્વર

(B) લાંઘણજ

(C) રાયસણ

(D) જામનગર


ઉત્તર: (C) રાયસણ

  • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ) ગુજરાતના ગાંધીનગર શહેર નજીક રાયસણ ગામમાં આવેલી છે.

07. ‘ઓણમ’ ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

(A) ગોવા

(B) આસામ

(C) કેરલ

(D) પંજાબ


ઉત્તર: (C) કેરલ

  • ‘ઓણમ’ કેરલ રાજ્યનો મુખ્ય તહેવાર છે.
  • લણણીની મોસમ અને ચોમાસાના અંતની ઉજવણી કરવાનો આ તહેવાર છે.
  • આ તહેવાર રાજા મહાબલી અને વામનની યાદમાં ઉજવવામાં આવે છે.
  • આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે.
  • ઓણમના પ્રથમ દિવસને અથમ અને છેલ્લા દિવસને થિરુઓનમ કહેવામાં આવે છે.

08. ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન (National Park) ક્યો છે?

(A) નામદાફા નેશનલ પાર્ક

(B) જિમ કોર્બેટ નેશનલ પાર્ક

(C) હેમિસ નેશનલ પાર્ક

(D) કંચનજંગા નેશનલ પાર્ક


ઉત્તર: (B) જિમ કોર્બેટ નેશનલ પાર્ક

  • જિમ કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની સ્થાપના લુપ્તપ્રાય બંગાળ વાઘના રક્ષણ માટે 1936માં હેલી નેશનલ પાર્ક તરીકે કરવામાં આવી હતી.
  • આ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામનગર શહેરની નજીક આવેલો છે.
  • જીમ કોર્બેટે આ ઉદ્યાનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેથી આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જીમ કોર્બેટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

09. સુંદર અક્ષરે લખવાની લેખન કળાને શું કહેવામાં આવે છે?

(A) કેલિગ્રાફી (Calligraphy)

(B) ન્યુમીસ્મેટીક્સ (Numismatics)

(C) ફિલાટેલી (Philately)

(D) એન્ટીક્વિટીસ (Antiquities)


ઉત્તર: (A) કેલિગ્રાફી (Calligraphy)

  • સુંદર અક્ષરે લખવાની લેખન કળાને કેલિગ્રાફી (Calligraphy) કહેવામાં આવે છે.

10. ગુજરાતમાં ભવાઈના પિતા કોને માનવામાં આવે છે?

(A) પ્રેમાનંદ

(B) જયશંકર સુંદરી

(C) અસાઈત ઠાકર

(D) નરસિંહ મહેતા


ઉત્તર: (C) અસાઈત ઠાકર

  • ભવાઇની શરૂઆત સિદ્ધપુરમાં જન્મેરલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. તેથી ગુજરાતમાં ભવાઈના પિતા અસાઈત ઠાકરને માનવામાં આવે છે.
  • એવું માનવામાં આવે છે કે અસાઈત ઠાકરે ૩૬૦ ભવાઈના વેશો લખ્યા હતા પરંતુ વર્તમાનમાં માત્ર ૬૦ જ પ્રાપ્ય છે.
  • અસાઈત ઠાકરે લખેલા ભવાઈના વેશોમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે.

11. સિંધુ સભ્યતાનું સ્થળ ‘હડપ્પા’ કઈ નદીના કિનારે આવેલું છે?

(A) સિંધુ

(B) સતલજ

(C) ધગ્ધર

(D) રાવી


ઉત્તર: (D) રાવી

  • હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રાવી નદીના કિનારે આવેલું છે.
  • સિંધુ ખીણની સંસ્કૃતિનું આ સૌપ્રથમ શોધાયેલું શહેર છે.

12. રોમન અંકોમાં 100 લખવા માટે કઈ સંજ્ઞા વાપરવામાં આવે છે?

(A) L

(B) C

(C) D

(D) M


ઉત્તર: (B) C

  • રોમન અંકોમાં 100 લખવા માટે C સંજ્ઞા વાપરવામાં આવે છે.
  • વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય રોમન અંકો અને તેના ચિહ્નો
    • I = 1
    • V = 5
    • X = 10
    • L = 50
    • C = 100
    • D = 500
    • M = 1000

13. ભારતના બંધારણના કેટલામાં ભાગમાં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે?

(A) ભાગ-2

(B) ભાગ-3

(C) ભાગ-4

(D) ભાગ-4 ક


ઉત્તર:(B) ભાગ-3

  • ભારતના બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે.
  • અનુચ્છેદ 12થી 35 મૂળભૂત અધિકારોને લગતા અનુચ્છેદો છે.
  • ભારતીય બંધારણના ભાગ-3ને ભારતના મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે.

14. ભારતના ક્યા રાજ્યમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે?

(A) તમિલનાડુ

(B) કેરલ

(C) આસામ

(D) ત્રીપુરા


ઉત્તર:(B) કેરલ

  • ભારતના કેરલ રાજ્યમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે.
  • દેશના કુલ રબર ઉત્પાદનમાં કેરલનો હિસ્સો 90% થી વધુ છે.
  • ભારતમાં રબરના ઉત્પાદનમાં ત્રિપુરા બીજા ક્રમે છે.

15. સૌરમંડળનો સૌથી ચમકદાર ગ્રહ ક્યો છે?

(A) બુધ

(B) શનિ

(C) યુરેનસ

(D) શુક્ર


ઉત્તર:(D) શુક્ર

  • સૌરમંડળનો સૌથી ચમકદાર ગ્રહ શુક્ર છે.
  • શુક્ર પરના ગાઢ વાદળો લગભગ 70% સૂર્યપ્રકાશને અવકાશમાં પરત પરાવર્તિત કરી દે છે.
  • શુક્રને પૃથ્વીની બહેન (Earth’s twin or sister) પણ કહેવામાં આવે છે.
  • શુક્ર ગ્રહને સાંજનો તારો અને ભોર(સવાર)નો તારો (the evening star and the morning star) પણ કહેવામાં આવે છે.

16. ભારતનું ક્યુ રાજ્ય ક્ષેત્રફ્ળની સાપેક્ષમાં સૌથી ઓછો વન વિસ્તાર ધરાવે છે?

(A) મહારાષ્ટ્ર

(B) હરિયાણા

(C) મણિપુર

(D) કેરલ


ઉત્તર:(B) હરિયાણા

  • ભારતનું હરિયાણા રાજ્ય ક્ષેત્રફ્ળની સાપેક્ષમાં કુલ વન આચ્છાદિત વિસ્તારની ટકાવારીમાં સૌથી ઓછો વન વિસ્તાર ધરાવે છે.

17. ક્યા ગવર્નર જનરલના શાસનકાળમાં ભારતમાં રેલ્વેની શરૂઆત થઈ હતી?

(A) લોર્ડ ડેલહાઉસી

(B) લોર્ડ વિલિયમ બેન્ટિક

(C) સર હેનરી હાર્ડિંગ

(D) લોર્ડ એલેનબરો


ઉત્તર:(A) લોર્ડ ડેલહાઉસી

  • ભારતમાં રેલ્વેની શરૂઆત બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના શાસન દરમિયાન કરવામાં આવી હતી.
  • લોર્ડ ડેલહાઉસી 1848 થી 1856 સુધી ભારતના ગવર્નર જનરલ હતા.
  • 16 એપ્રિલ, 1853ના રોજ, પ્રથમ પેસેન્જર ટ્રેન મુંબઈ (તે સમયનું બોમ્બે)થી થાણે સુધી દોડી હતી.
  • આ ટ્રેને 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
  • લોર્ડ ડેલહાઉસીને ‘ભારતીય રેલ્વેના જનક’ કહેવામાં આવે છે.

18. વિક્ર્મ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર ક્યા સ્થળે આવેલું છે?

(A) શ્રી હરિકોટા

(B) તિરુવનંતપુરમ

(C) અમદાવાદ

(D) ચાંદીપુર


ઉત્તર:(B) તિરુવનંતપુરમ

  • વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (Vikram Sarabhai Space Centre) એ ઈસરોનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે કેરલ રાજ્યના તિરુવનંતપુરમમાં આવેલું છે.
  • આ કેન્દ્રની શરૂઆત 1962માં થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચીન્ગ સ્ટેશન (Thumba Equatorial Rocket Launching Station) તરીકે કરવામાં આવી હતી.
  • ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈના માનમાં કેન્દ્રનું પુનઃ નામકરણ ‘વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર’ કરવામાં આવ્યું હતું.

19. અકબરના દરબારના નવરત્નો પૈકીના એક ‘તાનસેન’નું મૂળ નામ શું હતું?

(A) મહેશદાસ

(B) દસવંત

(C) ગંગાધર રાવ

(D) રામતનુ પાંડે


ઉત્તર:(D) રામતનુ પાંડે

  • અકબરના દરબારના નવરત્નો પૈકીના એક ‘તાનસેન’નું મૂળ નામ રામતનુ પાંડે હતું.
  • તાનસેનને તેમની મહાકાવ્ય ધ્રુપદ રચનાઓ, ઘણા નવા રાગોની રચના તેમજ સંગીત પરના બે ઉત્તમ પુસ્તકો, શ્રી ગણેશ સ્તોત્ર અને સંગીત સારા લખવા માટે યાદ કરવામાં આવે છે.

20. ઈગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્કચ્યુરી (Eaglenest Wildlife Sanctuary) ભારતના ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) અરુણાચલ પ્રદેશ

(B) કેરલ

(C) મણિપુર

(D) ઉત્તરાખંડ


ઉત્તર:(A) અરુણાચલ પ્રદેશ

  • ઈગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય એ ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના પશ્ચિમ કામેંગ જિલ્લામાં બોમડિલા નજીક હિમાલયની તળેટીમાં સ્થિત એક સંરક્ષિત વિસ્તાર છે.

21. રવિન્દ્રનાથ ટાગોરને કઇ કાવ્યરચના માટે 1913માં નોબલ પુરસ્કાર મળ્યો હતો?

(A) વનવાણી

(B) વીથિકા શેષલેખા

(C) ગીતાંજલી

(D) કણિકા


ઉત્તર:(C)ગીતાંજલી

  • રવીન્દ્રનાથ ટાગોરને તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે 1913 માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
  • રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તેઓ એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા છે.
  • તેઓ એકમાત્ર એવા કવિ છે જેમની બે રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની છે- ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘આમાર સોનાર બાંગ્લા’ – બંને રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓ છે.
  • રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861ના રોજ કોલકાતાના જોરાસાંકો ઠાકુરબારીમાં થયો હતો.

22. ‘સાત પગલાં આકાશમાં’ કૃતિના લેખક કોણ છે?

(A) વર્ષા અડાલજા

(B) કુંદનિકા કાપડીયા

(C) વિનોદીની નીલકંઠ

(D) ધીરુબેન પટેલ


ઉત્તર:(B) કુંદનિકા કાપડીયા

  • ‘સાત પગલાં આકાશમાં’ કૃતિના લેખક કુંદનિકા કાપડીયા છે.

23. સંગમ સાહિત્યની કઈ કૃતિની પાંચમો વેદ માનવામાં આવે છે?

(A) તોલકાપ્પિયમ

(B) શિલપ્પાદિકારમ

(C) મણિમેખલાઈ

(D) તિરુક્કુરલ


ઉત્તર:(D) તિરુક્કુરલ

  • પડીનેકિલ્લકનક્કુ એ 18 કવિતાઓ ધરાવતો નૈતિક ગ્રંથ છે અને તે તૃતીય સંગમ સાહિત્ય સાથે સંબંધિત છે.
  • આ 18 કવિતાઓમાં મહત્વની કવિતા તિરુક્કુરલ છે જે મહાન તમિલ કવિ અને તત્વચિંતક તિરુવલ્લુવરે લખી છે.
  • તિરુક્કુરલને તમિલ સાહિત્યનું બાઇબલ અથવા પાંચમો વેદ પણ માનવામાં આવે છે.

24. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની ક્યા વર્ષે કરવામાં આવી હતી?

(A) વર્ષ 2013

(B) વર્ષ 2015

(C) વર્ષ 2017

(D) વર્ષ 2019


ઉત્તર:(B) વર્ષ 2015

  • પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની વર્ષ 2015માં કરવામાં આવી હતી.

25. નાણા આયોગની રચના અંગેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ 112

(B) અનુચ્છેદ 148

(C) અનુચ્છેદ 202

(D) અનુચ્છેદ 280


ઉત્તર:(D) અનુચ્છેદ 280

  • ભારતના બંધારણના અનુચ્છેદ 280 હેઠળ રાષ્ટ્રપતિ નાણાં આયોગની રચના કરે છે.

26. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું?

(A) ડૉ. જીવરાજ મહેતા

(B) મોરારજી દેસાઈ

(C) રવિશંકર મહારાજ

(D) ઈન્દુલાલ યાજ્ઞિક


ઉત્તર:(C) રવિશંકર મહારાજ

  • બૃહદ મુંબઇ રાજ્યમાંથી તા. 1 લી મે, 1960ના રોજ અલગ ગુજરાત રાજ્ય બનતા નવા ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂ. રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

27. મેઘાલય રાજ્યની રાજધાની કઈ છે?

(A) ઈમ્ફાલ

(B) શીલોંગ

(C) અગરતલા

(D) આઈઝોલ


ઉત્તર:(B) શીલોંગ

  • મેઘાલય રાજ્યની રાજધાની શીલોંગ છે.

28. ગુજરાતનું ઐતિહાસિક “શર્મિષ્ઠા તળાવ” ક્યા શહેરમાં આવેલું છે?

(A) વડનગર

(B) પાટણ

(C) ચાંપાનેર

(D) અમદાવાદ


ઉત્તર:(A) વડનગર

  • ગુજરાતનું ઐતિહાસિક “શર્મિષ્ઠા તળાવ” વડનગરમાં આવેલું છે.

29. “સંતોષ ટ્રોફી” કઈ રમતમાં આપવામાં આવે છે?

(A) ક્રિકેટ

(B) શતરંજ

(C) બેડમિન્ટન

(D) ફુટબોલ


ઉત્તર:(D) ફુટબોલ

  • “સંતોષ ટ્રોફી” ફુટબોલની રમતમાં આપવામાં આવે છે.

30. ક્યા ગુજરાતી સાહિત્યકારને “વિશ્વ શાંતિના કવિ” તરીકે ઓળખવામાં આવે છે?

(A) ઉમાશંકર જોશી

(B) સુન્દરમ્

(C) ન્હાનાલાલ

(D) નરસિંહરાવ દિવેટીયા


ઉત્તર:(A) ઉમાશંકર જોશી

  • ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીને “વિશ્વ શાંતિના કવિ” તરીકે ઓળખવામાં આવે છે.
  • ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીના ઉમદા પ્રદાન માટે વર્ષ 1967માં જ્ઞાનપીઠ પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

31. વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી?

(A) ભટ્ટાર્ક

(B) ધરસેન પ્રથમ

(C) નરેશ શિલાદિત્ય

(D) ધૃવસેન પ્રથમ


ઉત્તર:(A) ભટ્ટાર્ક

  • વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના ભટ્ટાર્કે કરી હતી.

32. જ્ઞાનનો વડલો કવિ અખાનું જન્મ સ્થળ ક્યું છે?

(A) વાસણા

(B) વડનગર

(C) જેતલપુર

(D) સુરત


ઉત્તર:(C) જેતલપુર

  • કવિ અખાનું જન્મ સ્થળ જેતલપુર છે.
  • અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. વર્તમાનમાં પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.
  • અખાએ તેમની રચનાઓ ‘છપ્પા’ સાહિત્ય પ્રકારમાં કરી છે.

33. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્યવાર્તાના રચયિતા કોણ છે?

(A) ભાલણ

(B) શામળ

(C) પ્રેમાનંદ

(D) અસાઈત


ઉત્તર:(B) શામળ

  • નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્યવાર્તાના રચયિતા શામળ ભટ્ટ છે.

34. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય રમતવીર પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે?

(A) ટેબલ ટેનિસ

(B) શુટીંગ

(C) બેડમિન્ટન

(D) બિલિયર્ડ


ઉત્તર:(D) બિલિયર્ડ

  • આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય રમતવીર પંકજ અડવાણી બિલિયર્ડ રમત સાથે સંકળાયેલા છે.

35. “તારી આંખનો અફિણી…” ગીતની રચના કોણે કરી છે?

(A) મનહર ઉધાસ

(B) અવિનાશ વ્યાસ

(C) વેણીભાઈ પુરોહિત

(D) નિરંજન ભગત


ઉત્તર:(C) વેણીભાઈ પુરોહિત

  • “તારી આંખનો અફિણી…” ગીતની રચના વેણીભાઈ પુરોહિતે કરી છે.

36. મુઘલ સમ્રાટ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યા સ્થળે થયો હતો?

(A) દાહોદ

(B) અમદાવાદ

(C) ગોધરા

(D) ભરુચ


ઉત્તર:(A) દાહોદ

  • ઔરંગઝેબનો જન્મ 1618માં દાહોદ ખાતે થયો હતો.
  • મુહી અલ-દીન મુહમ્મદ, જે સામાન્ય રીતે ઔરંગઝેબના નામથી ઓળખાય છે. તેનું શાસકિય નામ આલમગીર-I હતું.
  • ઔરંગઝેબ છઠ્ઠો મુઘલ સમ્રાટ હતો, તેમણે 1658 થી 1707 દરમિયાન તેમના મૃત્યુ સુધી દિલ્હી પર શાસન કર્યું હતું.
  • ઔરંગઝેબ સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મુઘલ સમ્રાટ હતો.

37. ‘થોડા આંસુ થોડા ફુલ’ નામની આત્મકથા કોની છે?

(A) હરીન્દ્ર દવે

(B) જયશંકર સુંદરી

(C) રાવજી પટેલ

(D) ઉમાશંકર જોષી


ઉત્તર:(B) જયશંકર સુંદરી

  • ‘થોડા આંસુ થોડા ફુલ’ નામની આત્મકથા જયશંકર સુંદરીની છે.
  • ઇ.સ. 1901માં 12 વર્ષની ઉંમરે સૌપ્રથમ ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં મહિલાની સર્વોત્તમ ભૂમિકા અદા કરી હતી તેથી તેઓ ‘જયશંકર ભોજક’ના બદલે ‘જયશંકર સુંદરી’ના નામે પ્રસિદ્ધ થયા.

38. ગુજરાતનો સૌથી મોટો મહેલ ‘લક્ષ્મીવિલાસ પેલેસ’ ક્યા શહેરમાં આવેલો છે?

(A) ભુજ

(B) માંડવી

(C) વડોદરા

(D) મોરબી


ઉત્તર:(C) વડોદરા

  • ગુજરાતનો સૌથી મોટો મહેલ ‘લક્ષ્મીવિલાસ પેલેસ’ વડોદરા શહેરમાં આવેલો છે.

39. સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

(A) જવાહરલાલ નહેરુ

(B) ગણેશ વાસુદેવ માવળંકર

(C) રાજેન્દ્ર શાહ

(D) મોરારજી દેસાઈ


ઉત્તર:(B) ગણેશ વાસુદેવ માવળંકર

  • સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા.

40. આદિવાસીઓનો ક્યો મેળો ‘સ્વયંવર’ માટે પ્રસિદ્ધ છે?

(A) કવાંટનો મેળો

(B) ગોળગધેડાનો મેળો

(C) ભંગોરીયા મેળો

(D) ચિત્ર-વિચિત્ર નો મેળો


ઉત્તર:(B) ગોળગધેડાનો મેળો

  • ગોળ ગધેડાનો મેળો હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં યોજાય છે.
  • આ મેળામાં યુવાન યુવક-યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ છે અને તેમની સાથે લગ્ન કરતાં હોય છે, આથી આ મેળો ‘સ્વયંવર’ માટે પ્રસિદ્ધ છે.

41. ક્યા સાહિત્યકાર ‘ઠોઠ નિશાળીયો’ ના ઉપનામથી પ્રસિદ્ધ છે?

(A) લાભશંકર ઠાકર

(B) ચંદ્રકાંત બક્ષી

(C) જ્યોતીન્દ્ર દવે

(D) બકુલ ત્રિપાઠી


ઉત્તર:(D) બકુલ ત્રિપાઠી

  • સાહિત્યકારશ્રી બકુલ ત્રિપાઠી ‘ઠોઠ નિશાળીયો’ ના ઉપનામથી પ્રસિદ્ધ છે.

42. ઈ.સ. 1612માં ક્યા મુઘલ સમ્રાટે ‘સર ટોમસ રો’ને સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપવાનો અધિકાર આપ્યો હતો?

(A) અકબર

(B) જહાંગીર

(C) ઔરંગઝેબ

(D) બહાદુરશાહ


ઉત્તર:(B) જહાંગીર

  • ઈ.સ. 1612માં મુઘલ સમ્રાટ જહાંગીરે ‘સર ટોમસ રો’ને સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપવાનો અધિકાર આપ્યો હતો.

43. સંયુક્ત રાષ્ટ્ર સંધ (United Nations-UN)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?

(A) વર્ષ 1942

(B) વર્ષ 1945

(C) વર્ષ 1948

(D) વર્ષ 1950


ઉત્તર:(B) વર્ષ 1945

  • સંયુક્ત રાષ્ટ્ર સંધ (United Nations-UN)ની સ્થાપનાવર્ષ 1945માં કરવામાં આવી હતી.

44. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ ક્યા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?

(A) વડોદરા

(B) ભાવનગર

(C) અમરેલી

(D) સુરેન્દ્રનગર


ઉત્તર:(C) અમરેલી

  • સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ અમરેલીમાં મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો.

45. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?

(A) 3 વર્ષ

(B) 4 વર્ષ

(C) 5 વર્ષ

(D) 6 વર્ષ


ઉત્તર:(D) 6 વર્ષ

  • રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે.
  • રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેનું વિસર્જન કરી શકાતું નથી.
  • રાજ્યસભામાં દર બીજા વર્ષે, એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો ચૂંટાય છે.
  • રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્યો હોઈ શકે છે.

46. હિન્દી ભાષા કઈ લિપિમાં લખવામાં આવે છે?

(A) બ્રાહ્મી

(B) દેવનાગરી

(C) ગુરૂમુખી

(D) ખરોષ્ટી


ઉત્તર:(B) દેવનાગરી

  • હિન્દી ભાષા દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે.

47. ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા?

(A) લોર્ડ કેનિંગ

(B) લોર્ડ માઉન્ટબેટન

(C) ચક્રવર્તી રાજગોપાલાચારી

(D) ડો.રાજેન્દ્ર પ્રસાદ


ઉત્તર:(C) ચક્રવર્તી રાજગોપાલાચારી

  • આઝાદી પછી, ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા.
  • તેઓ ભારતના એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ પણ હતા.
  • જૂન 1948માં ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતની વચગાળાની સરકારના ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત થયા હતા અને જાન્યુઆરી 1950 સુધી સેવા આપી હતી.
  • બ્રિટિશ હકુમત હેઠળના ભારતના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા.

48. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના ક્યા દેશના સહયોગથી કરવામાં આવી હતી?

(A) અમેરિકા

(B) જર્મની

(C) રશિયા

(D) જાપાન


ઉત્તર:(C) રશિયા

  • ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના સોવિયેત સંઘ (USSR)ની મદદથી કરવામાં આવી હતી.
  • ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના વર્ષ 1955માં કરવામાં આવી હતી.
  • ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં છે.

49. કમળાના રોગમાં શરીરનું ક્યુ અંગ અસરગ્રસ્ત થાય છે?

(A) યકૃત (Liver)

(B) મગજ (Brain)

(C) હ્રદય (Heart)

(D) મૂત્રપિંડ (Kidney)


ઉત્તર: (A) યકૃત (Liver)

  • કમળાના રોગમાં શરીરનું અંગ યકૃત (Liver) સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે.

50. સમ્રાટ અશોકના શિલાલેખોને વાંચવામાં સૌપ્રથમ સફળતા કોને મળી હતી?

(A) જેમ્સ પ્રિન્સેપ

(B) મેજર કનિંગહામ

(C) ફેન્થલર

(D) વિલિયમ જોન્સ


ઉત્તર:(A) જેમ્સ પ્રિન્સેપ

  • સમ્રાટ અશોકના શિલાલેખોને વાંચવામાં સૌપ્રથમ સફળતા જેમ્સ પ્રિન્સેપને મળી હતી.
Join a Social Media
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top