WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-352

📌 1 મે 1960 ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી અત્યાર સુધી કુલ કેટલા મુખ્યમંત્રી બન્યા છે ?

A. 15
B. 14
C.13
D. 16✅

📌 1 મે 1960 ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી અત્યાર સુધી કુલ 16 મુખ્યમંત્રી બન્યા તેમાથી કેટલા મુખ્યમંત્રીઓએ સતત ચાર વર્ષ પૂર્ણ કયૉ છે ?

A. 4
B. 3
C. 5✅
D. 6

📌 ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ કેટલો સમય મુખ્યમંત્રી પદે રહી ચૂકયા છે ?

A. 1 વષૅ 1 મહિનો 19 દિવસ
B. 4 વષૅ 1 મહિનો 9 દિવસ ✅
C. 1 વષૅ 2 મહિનો 9 દિવસ
D. 2 વષૅ 1 મહિનો 9 દિવસ

📌 કસ્તુરબા આશ્રમ કયા આવેલ છે ?

A. પોરબંદર
B. ભાવનગર
C. રાજકોટ✅
D. અમદાવાદ

📌 ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેટલો સમય મુખ્યમંત્રી પદે રહી ચૂકયા છે ?

A. 11 વષૅ 6 મહિના
B. 11 વષૅ 7 મહિના
C. 11 વષૅ 5 મહિના✅
D. 11 વષૅ 4 મહિના

📌 ભારત ની પ્રથમ મહિલા ડોક્ટર કોણ હતા?

👉 આનંદી ગોપાલ જોશી

📌 રાષ્ટ્રીય સલામતી માતૃત્વ (જનની સુરક્ષા ) દિવસ…..

A. 21 એપ્રિલ
B. 11 એપ્રિલ ✅
C. 10 એપ્રિલ
D. 20 એપ્રિલ

📌માઉન્ટ સીનાબાંગ જવાળામુખી કયાં આવેલ છે ?

A. ઈન્ડોનેશિયા✅
B. હવાઈ
C. જાપાન
D. આજૅન્ટીના

📌ભારતમાં કેટલી જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે ?

A. 370
B. 380
C. 373
D. 390✅

📌 વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે?

A. 21 એપ્રિલ
B. 22 એપ્રિલ
C. 25 એપ્રિલ✅
D. 24 એપ્રિલ

📌સાખોવા રાષ્ટ્રીય ઉધાન કયાં આવેલ છે ?

A. આસામ✅
B. ઓડિશા
C. મિઝોરમ
D. ઉતરાખંડ

📌ગૃહમંત્રાલય ( એમ એચ એ ) નીચેની કઈ જોગવાઈ હેઠળ વ્યકતિઓને ” આંતકવાદી ” તરીકે નિયુક્ત કરી શકે છે.

A. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980
B. આંતકવાદ નિવારણ અધિનિયમ 2002
C. ફક્ત સંગઠનનોને આંતકવાદી તરીકે નિયુક્ત કરી શકાય છે.
D. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ ) સુધારો અધિનિયમ 2019✅

📌 નીચેના નિવેદનો ધ્યાનમાં લો્

(૧) બંધારણની સાતમી સૂચિની મિશ્ર સુચિ હેઠળ મજૂર વિષય છે.

(૨) મજુરીના લઘુતમ વેતનમાં ચોક્કસ સમુદાયમાં રહેવાની કિંમત ને આધારે મૂળભૂત આવશ્યકતાઓ શામેલ છે.

ઉપર આપેલ વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય છે.

A. માત્ર ૧✅
B. માત્ર ૨
C. ૧ અને ૨ બંને
D. એક પણ નહીં

📌 પ્રેમાનંદ એ સૌપ્રથમ લખેલું આખ્યાન કયું છે ?

A. લક્ષ્મણનાંહરણ ✅
B. નળાખ્યાન
C. ઓખાહરણ
D. સુભદ્રહરણ

📌 હિન્દુ ઉતરાધિકારી એકટ ભારતીય સંસદ દ્વારા કયા વષૅ અમલમાં લાવવામાં આવ્યો હતો ?

A. 1956✅
B. 1989
C. 1950
D. 2005

📌 ” વેર ગાયને ઝેર ગયા , વળી કાળાં કેર કરનાર ગયા… હરખ હવે તું હિન્દુસ્તાન ! ” આ વાક્ય કોણે કહ્યું છે

A. ક.મા.મુનશી
B. ઈશ્વર પેટલીકર
C. કાકા સાહેબ
D. દલપતરામ✅

📌 વેણીના ફુલ કાવ્યસંગ્રહ માંથી નીચેનામાંથી કઈ કવિતા લેવામાં આવી છે ?

A. ગ્રામમાતા
B. નમૅકવિતા
C. અંજની
D. ચારણકન્યા ✅

📌 ચામડીના રોગો માટેની ક્રિમ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?

A. એમોનિયા
B. સોડિયમ
C. ફોસ્ફરસ
D. સલ્ફર✅

📌 ડિપ્થેરિયા મોટા ભાગે કઈ ઉમરના બાળકોમાં વધુ જોવા મળે છે ?

A. 4 થી 10 વષૅ
B. 2 થી 5 વષૅ ✅
C. 10 થી 13 વષૅ
D. . 1 વષૅથી નાના

📌 કયો રોગ જમૅન મીઝલ્સ તરીકે ઓળખાય છે ?

A. મીઝલ્સ
B. મમ્પસ
C. રૂબેલા ✅
D. ડિપ્થેરિયા

📌 મેરોથોન દોડ કેટલા માઈલની હોય છે ?

A. 30 માઈલ
B. 50 માઈલ
C. 26 માઈલ✅
D. 55 માઈલ

📌 બદદાનતથી અને સંમતિ વિના કોઈ ની જંગમ મિલકત ખસેડલી તેને શું કહેવાય ?

A. ઠગ
B. ધાડ
C. લૂંટ
D. ચોરી✅

📌 વ્યક્તિ ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

A. 7
B. 8
C. 9
D. 11✅

📌 પુરાવાની કઈ કલમ મુજબ ન્યાયિક કબૂલાત CRPC ની કલમ 164 મુજબ નોંધવામાં આવી હોય તેને સાચા દસ્તાવેજ તરીકે ગણી શકાય. ?

A. 80✅
B. 81
C. 82
D. 84

📌 ચોરીના ગુનામાં કઈ કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે ?

A. 377
B. 384
C. 385
D. 379✅

📌 જોયું તો ઓજાર બધાં સોનાના – આ વાકયના અંતે કર્યું ચિહ્ન મૂકશો.?

A. ઉદ્ગાર ચિહ્ન✅
B. ગુરૂવિરામ ચિહ્ન
C. પૂર્ણ વિરામ
D. ખંડવણૅ ચિહ્ન

📌અક્ષય લેશન કરાવે છે ? આ વાકયમાં અક્ષય શું છે ?

A. પ્રેરિતકતૉ
B. કરણ
C. કમૅ
D. પ્રેરકકતૉ ✅

📌 ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જીલ્લો કયો છે ?

A. ડાંગ
B. ભાવનગર
C. તાપી
D. સુરત ✅

📌 ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉધાન કયા આવેલો છે ?

A. હરિયાણા
B. તમિલનાડુ✅
C. ઝારખંડ
D. ગોવા

📌 તાજેતરમાં આશિષ ભાટિયા ગુજરાતના કેટલામા DGP બન્યા?

👉 38

📌 “પિનકુશન” વાર્તાસંગ્રહ કોનો છે?

👉 સુરેશ દલાલ

📌 રિંગ વર્મ રોગ શેના વડે થાય છે?

👉ફૂગ

📌 5 ઓગસ્ટ 2020ના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે 12.44 કલાકે કઈ નદીના કિનારે રામમંદિરનું પૂજન થયું?

👉 સરયુ

📌 1 TB એટલે કેટલા MB થાય?

👉 10000000

📌મણિકા બના કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?

👉 ટેબલ ટેનિસ

📌 ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ ?

👉સરસ્વતી

📌 બંસીલાલ વર્માના ગુરુ કોણ હતા ?

👉 રવિશંકર રાવળ

📌 નકશાના નગર કોનું પુસ્તક છે?

👉ચિનુ મોદી

📌 ભારતમાં કેટલા ટકા આદિવાસી વસ્તી રહે છે?

👉 8.6%

📌 ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે?

👉 ટ્રોમ્બે

દિવાલીબેન ભીલ

👉 દિવાળી બેન ભીલ નો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.

➖તેઓ ગુજરાત ના લોકગાયિકા હતા…તેમની આજે પુણ્યતિથિ છે. .

➖ દિવાળી બેન 9 વર્ષની ઉંમરે પિતાને જૂનાગઢ રેલવેમાં નોકરી મળવાથી એમની સાથે જૂનાગઢ આવ્યા.શરૂઆતમાં તેમને નર્સને ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન જીવન ફક્ત બે દિવસ જ ટક્યું અને એ પછી એમને ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.

હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માત્ર સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતું એ માટે એમને 5 રૂપિયા મહેનતાણું આપવામાં આવ્યું હતું.

1990 માં એમને ભારત સરકાર ના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા.

તેમના યાદગાર ગીતો..

  1. મારે ટોડલે બેઠો મોર…..
    2.પાપ તારું પરકાશ જાડેજા…..
    3.સોના વાટકડી કેસર ધોળ્યા વાલમિયા….
    4.હું કાગળિયા લખી લખી થાકી…..
    વગેરે તેમના પ્રખ્યાત ગીતો હતા..

➖ તેમનું 72 વર્ષ ની વયે અવસાન થયું હતું..

જૂનાગઢ જીલ્લો ઐતિહાસિક દષ્ટિએ

👉 જૂનાગઢ ના આ નામ ઉપરાંત કરણ કુબ્જ , મણિપુર , રેવત , ચંદ્રકેતુપુર , નરેન્દ્રપુર ગિરિનગર તેમજ પ્રતાપપુર નામથી પણ આલેખાતું ઈ.સ. ૧૮૬૮ સુધી જૂનાગઢ ના સરકારી પત્રવ્યવહાર માં તેને જીરણગઢ કહેવામાં આવતું. ઈ.સ ૧૮૨૦ માં બ્રિટિશ સરકારે લોકોમાં પ્રસિદ્ધ એવું જૂનાગઢ નામ આપ્યું . જૂનાગઢ ઉપર મૌયૅ , ગ્રીક , ગૃપ્ત , અને ચુડાસમા રજપૂતોએ શાસન કર્યું હતું .ઈ.સ. ૬૪૦ ના વષૅમાં ચીની મુસાફર હ્યેન સંગ જૂનાગઢ ની મુલાકાત લીધી હતી. ઈ.સ. ૧૪૭૨ બાદ મોહમ્મદ બેગડા ,ખલીલખાન , મુઝફ્ફર સિકંદર બહાદુરશાહ અને ઇબાદતખાને રાજ કર્ય હતું. ઈ.સ.૧૫૭૩ થી ૧૭૪૮ દરમ્યાન મુગલે પણ શાસન કર્યુ . ત્યારબાદ જુદા જુદા બાબી / નવાબોએ ૧૯૪૭ સુધી રાજ કર્યું જૂનાગઢ ના છેલ્લા નવાબ મહોબતખાન પ્રજાએ સ્થાપેલી આરઝી હકુમત દ્વારા થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામથી ૯-૧૧-૧૯૪૭ ના રોજ જૂનાગઢ છોડી કરાચી ચાલ્યા ગયા હતા અને ૧૯૪૯ માં જૂનાગઢ સ્ટેટ સૌરાષ્ટ્ર નો ભાગ બન્યું. ૧૯૫૬ નવેમ્બરમાં જૂનાગઢ જીલ્લો દ્રિભાષી મુંબઇ અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા રહ્યા હતા જૂનાગઢ ગુજરાત નો ભાગ બન્યું.

Scroll to Top