WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Best Gujarati General Knowledge Questions GK Quiz in Gujarati Part-351

📌 હાલમાં RBI રેપોરેટ કેટલો ?

A. 6.10%
B. 6.40%
C. 6.50% ✅
D. 6.20%

📌 અજુન એવોર્ડ મેળવનાર પ્રથમ હોકી ખેલાડી કોણ હતા ?

A. પી.કે.બેનરજી
B. સંદીપ વ્યાલા
C. સહાનંદ મહાદેવ શેટ્ટી
D. પૃથ્વીપાલ સિંહ✅

📌 ભારતીય નૌસેના ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન તરીકે વાઈસ એડમિરલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

👉દિનેશ ત્રિપાઠી

📌 લેખક વિનોદ જોશીનું જન્મસ્થળ કયુ છે ?

A. ભાવનગર
B. જામનગર
C. ભરુચ
D. અમરેલી✅

📌 નરેન્દ્રભાઈ મોદીનુ સૌથી લાંબુ સંબોધન કયા વષૅમાં અને કેટલી મિનિટમાં હતું ?

A. 2020 , 96 મિનિટ
B. 2017 , 96 મિનીટ
C. 2016 , 96 મિનિટ ✅
D. 2020, 90 મિનિટ

📌 બોમ્બે હાઈકોર્ટે ની સ્થાપના કયારે કરવામાં આવી હતી ?

A. 1872
B. 1862✅
C. 1772
D. 1873

📌લેખક વિનોદ જોશીનું કમૅભૂમિ કયી છે ?

A. ભાવનગર
B. બોટાદ✅
C. મોરબી
D. રાજકોટ

📌 વિશ્વ ડાબોડી દિવસ કયારે ઉજવાય છે?

👉 13 ઓગષ્ટ

📌 વિશ્વ અંગદાન દિવસ કયારે ઉજવાય છે?

👉13 ઓગસ્ટ

📌 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી નું પુરુ નામ શું છે?

👉 અમરસિંહ ભીલાભાઈ ચૌધરી

📌ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી નું જન્મસ્થળ કયુ છે?

👉 ડોલવણ (તાપી )

📌 કોઈ પણ વ્યક્તિ ભારતીય સેનામાં ન હોય છતાં સેનામાં છે તેવું માનવામાં આવે તેવા ઈરાદાથી ભારતીય સેનાનો પોષાક પહેરે તો કઈ કલમ મુજબ ગુનો બને ?

A. 142
B. 143
C. 145
D. 140✅

📌 અમરસિંહ ચૌધરી ગુજરાત ના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

A.7
B. 8✅
C. 9
D. 6

📌 જાહેર કાયૅ બજાવતા રાજ્ય સેવકને અડચણ કરવીએ કઈ કલમ મુજબ ગુનો છે ?

A. 187
B. 180
C. 186✅
D. 184

📌 દેશપ્રેમ કયો સમાસ ઓળખાવો?

👉 તત્પુરુષ

📌 પુરાવાની કઈ કલમમાં વ્યવહારને લગતા દસ્તાવેજમાં કરવામાં આવેલા નિવેદનને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

A. 32(4)
B. 32(8)
C. 32(7)✅
D. 32(2)

📌 ગુજરાતમાં કેટલા જિલ્લાઓના નામ નદીઓ પરથી પડેલા છે ?

A. 7
B. 11
C. 5✅
D. 3

📌 ઉતર ગોળાધૅ માં ઉનાળાની શરૂઆત કયા દિવસથી થાય છે ?

A. 23 માચૅ
B. 22 ડિસેમ્બર
C. 21 જુલાઈ
D .21 માચૅ ✅

📌 ગુલ્મા અભયારણ્ય કયા આવેલ છે ?

A. ઝારખંડ✅
B. મેઘાલય
C. રાજસ્થાન
D. બિહાર

📌 નીચેના માંથી કયુ વિધાન ખોટું છે.

(૧) વનનું નામ – પુનિતવન

(૨) સ્થળ – ગાંધીનગર

(૩) જિલ્લો – ગાંધીનગર

(૪) વષૅ – ૨૦૦૪

(૫) વનમહોત્સવ ક્રમ – ૫૬

A. માત્ર -૪
B. માત્ર – ૨ અને ૩
C. માત્ર – ૫ ✅
D. આપેલ તમામ સાચાં

વનમહોત્સવ ક્રમ – ૫૫

📌કયું વિધાન સત્ય છે.?

  1. ગંભીર બિમારી ફેલાય અને તેને ડામવાની કમિશનર ને સત્તા મળેલી હોય છે.
  2. ગંભીર બિમારી ફેલાય તેને ડામવાની ચીફ હેલ્થ ઓફિસર ને સત્તા મળેલી છે.

A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 ✅
D. એક પણ નહીં

📌 મહીસાગર ઉતરે કયો જીલ્લો આવેલો છે?

👉 અરવલ્લી

📌 રત્ના, હંસા , મસુરી, કિષ્ના કયા ધાન્ય ની જાતો છે?

👉 ચોખા

📌 માનવ અધિકિરોના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયો પુરસ્કાર અપાય છે?

👉 સખારોવ પ્રાઈઝ

📌 આપણા શરીરમાં આશરે કેટલા ખનીજ તત્વો આવેલા છે?

👉 27

📌 ICMR – indian council of medical Research ની સ્થાપના કયારે થઈ હતી ?

A. 1922
B. 1911✅
C. 1933
D. 1944

📌 રબરના ઉત્પાદન ક્ષેત્રે ભારત નું વિશ્વમાં કેટલામું સ્થાન છે ?

A. ત્રીજું
B. બીજું
C. ચોથું ✅
D. પાંચમું

📌 ભારત ના કયા રાજ્યમાં રબરનુ સૌથી વધુ પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે ?

A. મિઝોરમ
B. ઝારખંડ
C. તેલગણા
D. કેરળ ✅

📌 સમગ્ર ભારતમાં કેળા ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે ?

A. દ્રિતીય
B. પ્રથમ ✅
C. તૃતીય
D. એક પણ નહીં

📌સમગ્ર ભારતમાં કેળા ઉત્પાદનમાં તમિલનાડુ કયા સ્થાને છે ?

A. દ્રિતીય ✅
B. પ્રથમ
C. તૃતીય
D. એક પણ નહીં

📌 સમગ્ર ભારતમાં કેળા ઉત્પાદનમાં મહારાષ્ટ્ર કયા સ્થાને છે ?

A. દ્રિતીય
B. પ્રથમ
C. તૃતીય ✅
D. એક પણ નહીં

📌 વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદે કેટલા વષૅ પૂણૅ કયૉ. ?

A. 6
B. 5
C. 4✅
D. એક પણ નહીં

ઈતિહાસ ની અટારીએથી નવસારી

👉 દક્ષિણ ગુજરાતમાં લોકમાતા પૂણૉ નદી કિનારે વસેલું નવસારી શાંત સંસ્કારી અને સ્નેહ – સુમેળભયૉ લોકજીવનની આગવી છાપ ધરાવે છે. આ ઐતિહાસિક નગરની શિલ્પાકૃતિ કંડારવામાં અનેક સંતો, ઓલિયાઓ , રાજવીઓ , કલાકારો , અને ઉધોગપતિ ઓના પુરુષાથૅ નો સુદીર્ઘ ઈતિહાસ છે.

➖ નવસારી નામ શાથી પડયું એ અંગે વિવિધ અભિપ્રાયો જોવા મળે છે. વડોદરા ની એમ.એસ.યુનિવર્સિટી ના પુરાતત્વ વિભાગ ના નિવૃત્ત અધ્યક્ષ અને ઈતિહાસ ના નેશનલ પ્રો. ડો. આર.એન.મહેતા ના મતે નવસારી અંગેનો સૌપ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ બમદામીના ચાલુક્ય રાજાઓના સમયના ઈ.સ.૬૬૯ ના તામ્રપત્ર માથી મળ્યો છે રાજા શ્રોયાશ્રય શિલાદિત્યે એક બ્રાહ્મણ ને દાન આપ્યું હતું જે નિમિત્તે ઉપરોક્ત તામ્રપત્ર (દાનપત્ર) લખાયું હતું. એમાં નવસારી નો ઉલ્લેખ ” નવસારીકા ” નામે થયો છે. બીજું તામ્રપત્ર ઈ.સ.૮૨૧ નુ મળ્યું છે.

➖ રાષ્ટ્રકુટ વંશ નો રાજા કકૅ સુવર્ણ વષૅ લશ્કરી છાવણીમાંથી આપેલા દાનનો એમાં ઉલ્લેખ છે. એ સમયે નવસારીમાં જૈનોની વસ્તી હતી .” અપરાજિત ” નામના જૈન ગુરૂએ રાજા કકૅ દાન આપ્યું હતું ઈ.સ.૮૨ ના તામ્રપત્ર માં આનો ઉલ્લેખ છે (દાનપત્રમાં નવસારી નો ઉલ્લેખ નાગસારિકા એવો થયો છે. નાગસારિકા નો અથૅ નિત્ય એવું થાય છે. જ્યારે નાગસારિકા એટલે ” નાગદેવતાની પૂજા કરનાર શહેર ‘ થોડો સમય નાગમંડળ અને પારસીપુરી તરીકે ઓળખાયેલુ આ શહેર છેવટે નવસારીમાં વસ્યા પછી પારસીપુરી અને નવસારી નામો પડયા હતાં.

વર્લ્ડ હાયપરટેન્શન ડે

👉 દર વર્ષ 17મી મેં ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

➖2005 થી વર્લ્ડ હાયપરટેન્શન ડે (વિશ્વ રક્તચાપ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. મેં 2005થી વર્લ્ડ હાયપરટેન્શન લિંગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઉજવણી નો હેતુ વિશ્વના લોકોમાં વધતા બ્લડ પ્રેશરની પ્રાણ ઘાતક અસરોને કાબૂ માં લાવવા જાગૃતિ લાવવાનો છે.

અનિયંત્રિત બ્લડ પ્રેસર અને પેરાલીસીસ(લકવો),હૃદયરોગ,બ્રેઈન હેમરેજ,કિડની ફેલ્યોર, ચિતભ્રંશ, જેવી અનેક જીવલેણ બીમારીઓ માટે કારણભૂત બને છે .હૃદય અને મગજ ના રોગો જેવા કે હાર્ટ
હેલ્યોર, હૃદય રોગના હુમલાઓ અને પેરાલીસીસ જેવા રોગો 50% કિસ્સાઓમાં અનિયંત્રિત બ્લડપ્રેશર કારણભૂત હોય છે.
વૈશ્વિક મૃત્યુઆંકમાં 13% કિસ્સાઓમાં બ્લડપ્રેશર સબંધિત બીમારીઓ કારણભૂત હોય છે. વર્ષ 2000 માં વિશ્વના અંદાજે 97.2કરોડ લોકો હાયપરટેન્શન ની શિકાર હતા..

➖અમુક જાતિ અમુક પરિવારોમાં બ્લડપ્રેશર ની સમસ્યા વધારે જોવા મળે છે.ઉંમર વધવાની સાથે રક્તવાહિનીમાં ચરબી જમા થવાથી તે સાંકડી બને છે.અને લોહીના પ્રવાહ ને અવરોધે છે.તેથી અવરોધ વધતા લોહીનું દબાણ વધે છે .વ્યક્તિની પડતી મહત્વકાંક્ષા,વ્યર્થ દોડધામ,રઘવાટ અને બળતરા વગેરે માનસિક તાણ અનુભવાય છે.અને તેથી લોહીનું દબાણ વધે છે.

➖વધારે પડતા દારૂના સેવનથી હૃદયને નુકશાન પહોંચે છે અને ચોક્કસ પ્રકાર ના સ્રાવથી લોહીનું દબાણ પણ વધે છે.

વિશ્વ સંગ્રહાલય દિવસ

➖દર વર્ષે 18 મી મેં ના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે.

➖ ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ મ્યૂઝિયમ્સ દ્વારા 1992 થી દર વર્ષે ઉજવવામાં આવે છે.

➖ ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે . મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે આપણો ભૂતકાળનો સમય કેવો સુંદર હતો.

➖ સંગ્રહાલય માં સોના ચાંદી ના ઘરેણાંના નમૂના ,પ્રાણીના અવશેષો અને અન્ય સાધન સામગ્રી ઉપરાંત વાહનવ્યવહાર સાથે જોડાયેલ સંસ્કૃતિ અને સભ્યતાની રજુઆત અહીં કરવામાં આવી છે.

➖ કચ્છ સંગ્રહાલય ,
હમીરસર તળાવ સામે,મહાદેવ નાકા ,ભુજ 1877 માં બનાવેલું ગુજરાત નું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રલાય ઇ.સ. 1877 માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુંસન સંગ્રહાલય નામે પ્રચલિત છે.

➖ બ્રિટીશ હકુમત સમયે સર જેમ્સ ફર્ગ્યુંસને આ સંગ્રહાલયની વ્યવસ્થા કરી હતી

➖બીજા પ્રચલિત મ્યુઝિયમોમાં (બાર્ટન સંગ્રહાલય ,ગાંધી સ્મૂર્તિ ભાવનગર),(વોટ્સન સંગ્રહાલય જ્યુબિલી બાગ રાજકોટ.),(લેડી વિલ્સન સંગ્રહાલય ધરમપુર જિલ્લો વલસાડ),(સંગ્રહાલય અને ચિત્રાલય સાયજીબાગ વડોદરા 1894 ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય,
ઇજીપર્શિયન મમી તથા 91 ફૂટ લાંબી બ્લુ વહેલનું હાડપિંજર પ્રદર્શિત છે અને યુરોપિયન તૈલચિત્રોનો એશિયાનો મોટો સંગ્રહ અહીં પ્રદર્શિત છે.)..

Scroll to Top