સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે :
કેટલાંક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે. દા.ત.,બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે.
હલનચલનનાં ઉદાહરણ દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે.
કેટલાંક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચારરૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે, ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગ (કૂટપાદ) નો ફેલાવો કરે છે. ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે.
કેટલાંક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે.
આ પણ વાંચો: ઓહ્મનો નિયમ લખી સૂત્ર તારવો
🔔 ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજીના Most IMP પ્રશ્નો
Join a Social Media | |
---|---|
WhatsApp Channel માં જોડાવા માટે | Click Here |
Telegram Channel માં જોડાવા માટે | Click Here |
YouTube Channel Subscribe કરવા માટે | Click Here |
Our Website Home Page | Click Here |