WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

વ્યંજન સંધિ ના નિયમ Gujarati Grammar ગુજરાતી વ્યાકરણ

🙇વ્યંજન સંધિ ના નિયમ🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉પદને છેડે મ્ પછી સ્વર આવે તો તે સ્વર મ્ ની સાથે ભળી જાય છે

➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖

👉ઉદા.

👉સમ્ + ઈક્ષા = સમીક્ષા

👉સમ્ + ઋદ્ધ = સમૃદ્ધ

🌳સંધિના ઉપયોગી નિયમો 🌳

🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અનુનાસિક સિવાય કોઇ વર્ગીય વ્યંજન પછી મૃદુ (ઘોષ) વ્યંજન કે સ્વર આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તેન જ વર્ગનો ત્રીજો વ્યંજન આવે છે .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
🌳ઉદાહરણ🌳

👉સત્ + બુદ્ધિ = સદ્‍ + બુદ્ધિ = સદબુદ્ધિ

👉ષટ્‍ + આનન = ષડાનન

👉ચિત્ + આનંદ = ચિદાનંદ

🙇વ્યંજન સંધિ ના નિયમ👉

🌳 રૂપાંતરિત થતા વ્યંજનો 🌳

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉સ્ નો ષ થાય
👉ત્ નો ટ્‍ થાય
👉સ્ નો શ થાય
👉ત્ નો ચ્ થાય

ઉદા

👉સત્ + ચરિત્ર = સચ્ચરિત્ર

👉ઉત્ + ચાર = ઉચ્ચાર

👉નિશ્ + ચિંત = નિશ્ચિંત

👉નિશ્ + ચલ = નિશ્ચલ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ત્ , થ્ , દ્‍,ધ્ પછી જો “શ્” આવે તો ત્ , થ્ , દ્‍,ધ્ નો “ચ” થાય છે અને “શ્” નો “છ્‍” થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖

👉ઉદ્‍ + શ્વાસ = ઉચ્છ્‍વાસ
👉અધ્ + શેર = અચ્છેર

🙇વ્યંજન સંધિ ના નિયમ🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ત્ + વર્ગના વ્યંજન પછી લ્ આવે તો ત્ વર્ગના વ્યંજનને બદલે લ્ થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖

ઉદા

👉તત્ + લીન = તલ્લીન
👉ઉત્ + લાસ = ઉલ્લાસ
👉ઉદ્‍ + લેખ = ઉલ્લેખ

🙇વ્યંજન સંધિ ના નિયમ🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
“હ્‍” ની પહેલા અનુનાસિક સિવાય ગમે તે વ્યંજન આવે તો “હ્‍” નો આગલા વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન થાય જ્યારે આગલા વ્યંજન પોતાના વર્ગનો ત્રીજો વ્યંજન બને છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
ઉદા.

👉ઉત્ + હાર = ઉદ્‍ + ધાર = ઉદ્ધાર
👉પદ્‍ + હતિ = પદ + ધતિ = પદ્ધતિ

🙇વ્યંજન સંધિ ના નિયમ🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
સ્ ની પહેલા ‘અ’ કે ‘આ’ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો “સ્” નો “ષ્” થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖

ઉદા

👉વિ + સમ = વિષમ
👉સુ + સુપ્ત = સુષુપ્ત
👉અભિ + સેક = અભિષેક

🙇વ્યંજન સંધિ ના નિયમ 🙇

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ઋ ,ર્‍ કે ષ્ પછી ન્ આવે તો ન્ નો ણ્ થાય છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖
ઉદા.

👉નિર્‍ + નય = નિર્ણય
👉કૃષ્ + ના = કૃષ્ણા
👉ઋ + ન = ઋણ

Scroll to Top