WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન-1 પર્યાવરણને બચાવવા માટેના પાંચ ‘ R ‘ સમજાવો.

1.Refuse  (ના પાડવી)

• Refuse અર્થ એવો થાય છે કે ના પાડવી
• તમારે જરૂર ના હોય તેવી વસ્તુ તમને કોઈ આપે તો લેવાની ના પાડવી
• તમને કે પર્યાવરણને હાનિકારક હોય તેવા વસ્તુ (ઉત્પાદનો) લેવાની ના પાડવી
• દા.ત. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી લેવાની ના પાડવી
• પ્લાસ્ટિકના ડિશ-કપ લેવાની ના પાડવી

2. Reduce (ઓછો ઉપયોગ કરવો)

• Reduce નો અર્થ એવો થાય છે કે ઓછો ઉપયોગ કરવો
• દા.ત. : જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વિચ બંધ કરી વિજળીનો બચાવ કરવો
• ટપકતાં નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો
• ખોરાકનો વ્યય ન કરવો જોઈએ

3. Reuse  (પુનઃઉપયોગિતા)

• Reuseનો અર્થ એવો થાય છે કે  પુનઃઉપયોગિતા
• કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો
• દા.ત. : પરબીડિયાંને ફેંકી દેવાને બદલે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરવો
• વિવિધ પ્લાસ્ટિકની શીશીઓ કે ડબાનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા કરવો

4. Repurpose  (હેતુ ફેર કરવો)

• Repurposeનો અર્થ એવો થાય છે કે હેતું ફેર કરવો
• કોઈ વસ્તુ મૂળભુત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો.
• દા.ત. : હેન્ડલ તૂટી ગયાં હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા કરવો.

5. Recycle  (પુનઃચક્રીકરણ)

• Recycleનો અર્થ એવો થાય છે કે પુનઃચક્રીકરણ
• પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનુ નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને જરુરી વસ્તુઓ બનાવવી જોઈએ.
• પુનઃચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અલગ એકઠો કરવો જોઈએ.

પ્રશ્ન-2. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે?

• પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત છે.
• વસતિ-વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે.
• નૈસર્ગિક સ્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ. જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી સ્ત્રોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ન થાય.
• આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે, તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે થાય.
• સ્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે.
• દા.ત. , ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતું નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આથી સુપોષિત નૈસર્ગિક સ્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ.

પ્રશ્ન-૩. પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તન લાવી શકો છો? 

પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું :
( 1 ) પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું.
( 2 ) ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું.
( 3 ) કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટી માં નાખીશું.
(4) પુનઃપ્રાપ્યસ્ત્રોતો અને જૈવ-વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું.
( 5 ) જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ – ઉપકરણોની સ્વિચ બંધ કરીશું.
( 6 ) પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.

પ્રશ્ન-4 જૈવ-વિવિધતા (Biodiversity) એટલે શું? જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? જૈવ -વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે? 

• કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિનાં સજીવ સ્વરૂપો (જીવાણુઓ,ફૂગ,ત્રિઅંગીઓ,સપુષ્પી વનસ્પતિઓ,સૂત્રકૃમિઓ,કીટકો,સરીસૃપો,પક્ષીઓ વગેરે) અને તેમની સંખ્યાને જૈવ-વિવિધતા કહે છે.
• જૈવ- વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ-વિવિધતાની જાળવણી કરવાનો છે. જૈવ-વિવિધતાનું વિશિષ્ટ સ્થળ જંગલો છે.

પ્રશ્ન-7. જંગલોની અગત્ય જણાવો. 

જંગલોની અગત્ય નીચે પ્રમાણે છે

  • જંગલો ખૂબ જ કીમતી સ્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનુંલાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે મળે છે.
  • જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે.
  • જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટસ્થાન છે. 
  • જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વનાં છે.
  • ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યનાં છે.
  • જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી, તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે.

પ્રશ્ન-8. વન-આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે?

                                       અથવા

 વનકટાઈની ગંભીર અસરો જણાવો. 

વન-આચ્છાદન ઘટવાથી (વનકટાઈની) થતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે

  • પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે.
  • વરસાદનું પ્રમાણ ઘટે છે.
  • વન-આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે.
  • જમીનની ફળદ્રુપતા ઘટે છે.
  • વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે.
  • વન્ય જીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાયઃ અને લુપ્ત થાય છે.
  • નિવસનતંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોનાં ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.
  • ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં વનકટાઈની ગંભીર અસરો થાય છે.

પ્રશ્ન-9 ટૂંક નોંધ લખો : ચીપકો આંદોલન.

  •  ચીપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે.
  • આ આંદોલન 1970 ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના ‘ રેની ‘ ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું.
  • ચીપકો આંદોલન’ સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું .
  • ગામની નજીક જંગલ વિસ્તારનાં વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કૉન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કૉન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા.
  • એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કૉન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા.
  • ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યાં.
  • ચીપકો આંદોલન માનવ સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું.
  • પરિણામે ભારત સરકારને જંગલના સ્રોતોના સદઉપયોગ માટે પ્રાથમિક્તા નક્કી કરવા પુર્નવિચારણા કરવાની ફરજ પડી.

પ્રશ્ન-10 બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. 

બંધ બાંધવાના ફાયદાઓ :

  • બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ-પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે.
  • બંધમાં સંગૃહીત પાણીનો વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.
  • વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે. તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે. 
  • બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધશુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે. 

બંધ બાંધવાના ગેરફાયદાઓ :

  • ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે.
  • મોટા પ્રમાણમાં ખેતી લાયક જમીન ડૂબી જાય છે.     
  • નિવસનતંત્રનો નાશ થાય છે.
  • પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે.
  • પાણીના સ્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઊગતા પાકો લઈ શકે છે, જ્યારે પાણીના સ્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતું નથી.

પ્રશ્ન-11 મોટા બંધની પરિયોજનાઓ ના વિરોધમાં કઈ ત્રણ પાયાની સમસ્યાઓ કારણભૂત છે?

મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં નીચેની ત્રણ પાયાની સમસ્યાઓ કારણભૂત છે 

  • સામાજિક સમસ્યાઓ : બંધના નિર્માણથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર મળતું નથી.
  • આર્થિક સમસ્યાઓ : તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી. 
  • પર્યાવરણીય સમસ્યાઓ : બંધ-નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ – વિવિધતાને નુકસાન થાય છે.

પ્રશ્ન-12 ટૂંકનોંધ લખો: પાણીના સંગ્રહની પરંપરાગત પદ્ધતિ.

  • મોટા સમતલીય ભૂમીય ભાગ પાણી-સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા સ્વરૂપે અથવા વર્ષાઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા (નીચાણવાળા ભાગ) સ્વરૂપે અથવા કુદરતી જળમાર્ગ પર ક્રોંક્રીટ અને નાના કાંકરા, પથ્થરોથી બનાવેલા ચેકડેમ સ્વરૂપે હોય છે.
  • આ નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે.
  • મોટાં જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. પરંતુ નાનાં જળાશયોમાં આ પાણી છ મહિના કે તેનાથી ઓછા સમય સુધી રહે છે અને પછી તે સુકાઈ જાય છે.
  • આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીની નીચે ભૂમીય જળસ્તરમાં વધારો કરવાનો છે.

પ્રશ્ન-13 આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ શા માટે? 

આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, કારણ કે

  • કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે.
  • તેના ભંડારો મર્યાદિત છે.
  • કુદરતમાં આ સ્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે.
  • તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે.
  • તેમના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતાં ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.

પ્રશ્ન-14 વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં પગલાં સૂચવો. 

વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં પગલાં નીચે મુજબ છે

  • પેટ્રોલ અને ડીઝલથી સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડવો.
  • જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો.
  • અશ્મી બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNG નો ઉપયોગ કરવો.
  • કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગૅસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો.
  • મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો.
  • થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્ત્વો દૂર કરી પછી જ વાતાવરણમાં મુક્ત કરવો.

🔔 ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજીના Most IMP પ્રશ્નો

Join a Social Media
WhatsApp Channel માં જોડાવા માટેClick Here
Telegram Channel માં જોડાવા માટેClick Here
YouTube Channel Subscribe કરવા માટેClick Here
Our Website Home PageClick Here
Contents show
Scroll to Top