WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ધોરણ-10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-5 જૈવિક ક્રિયાઓ સ્વાધ્યાય પ્રશ્નો

Q-1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો :

1. મનુષ્યમાં મૂત્રપિંડએ …….. સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.

(A) પોષણ (B) શ્વસન (C) ઉત્સર્જન (D) પરિવહન

2. વનસ્પતિઓમાં જલવાહક …….. માટે જવાબદાર છે.

(A) પાણીના વહન  (B) ખોરાકના વહન (C) એમિનો એસિડના વહન  (D) ઓક્સિજનના વહન

3. સ્વયંપોષી માટે …….. આવશ્યક છે.

(A) કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી  (B) ક્લોરોફિલ (C) સૂર્યનો પ્રકાશ  (D) ઉપર્યુક્ત બધા જ

4. …….. માં પાયરૂવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.

(A) કોષરસ  (B) કણાભસુત્રો (C) હરિતકણ  (D) કોષકેન્દ્ર

5. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે ? આ પ્રક્રિયા ક્યાં થાય છે ?

  • તૈલોદીકરણ :- આ પ્રક્રિયામાં પિત્તક્ષારો ચરબીના ગોલકોને નાના ગોલકમાં ફેરવે છે તથા સ્વાદુરસનો લાયયેઝ ચરબીનું પાચન કરે છે
  • ચરબીનું ફેટીએસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે

6. ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે ?

લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાઈલીન) ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે એટલે કે ખોરાકના પાચનની શરૂઆત મુખથી જ થાય છે

7. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે ?

  • સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ નીચે મુજબ છે

(1) ક્લોરોફિલની હાજરી
(2) પ્રકાશશક્તિનું શોષણ
(3) પાણીનું વિઘટન
(4) CO2 કર્બોદીતમાં રિડક્શન

નીપજ :- ગ્લુકોઝ, કાર્બોદિત, ઓક્સિજન

8. જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે ? કેટલાક સજીવોનાં નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.

અજારક શ્વસન કરતા સજીવો ફૂગ, યીસ્ટ અમુક બેક્ટેરિયા અને અંતઃપરોપજીવી

જારક શ્વસન

  • ઓક્સીજનનની હાજરીમાં જારક શ્વસન થાય છે
  • સંપૂર્ણ દહન થવાથી ખુબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે
  • નીપજ તરીકે પાણી અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે

અજારક શ્વસન

  • ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે
  • અપૂર્ણ દહન થવાથી ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે
  • નીપજ તરીકે લેક્ટિક એસિડ અને ઈથેનોલ અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન કરે છે

9. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે ?

  • ફેફસામાં વાયુકોષ્ઠો આવેલા હોય છે જે શ્વાસવાહિનીના છેડે આવેલી ફુગ્ગા જેવી રચના ધરાવે છે જે વિસ્તૃત સપાટી પુરી પાડે છે જેથી વાયુ વિનિમય વધારે ઝડપી બને

10. આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઊણપને પરિણામે શું થઈ શકે છે ?

  • આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને લીધે એનિમિયા એટલે કે પાંડુરોગ થાય છે
  • જો શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તો કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને પૂરતા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થતી નથી જેથી અશક્તિ અનુભવવી, થાક લાગવો, કંટાળો આવવો જેવા લક્ષણો જોવા મળે છે

11. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે ?

12. જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ?

જલવાહક

  • જલવાહક પેશી દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે
  • તેમાં વહન માટે બાત્પોસર્જન જવાબદાર છે
  • ATP નો ઉપયોગ થતો નથી
  • જલવાહક પેશીના એકમો જલવાહીની અને જલવાહીનીકી છે

અન્નવાહક

  • અન્નવાહક પેશી કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું વહન કરે છે
  • તેના વહન માટે આસૃતિ જવાબદાર છે
  • ATP નો ઉપયોગ થાય છે
  • અન્નવાહક પેશીના એકમો ચાલનીનલિકા અને સાથીકોષો છે

13. ફેફસાંમાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડનલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો.

  • ફેફસાની અંદર શ્વાસનલિકાઓ નાની-નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને અંતમાં કે છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે જેને વાયુકોષ્ઠો કહે છે
  • વાયુકોષ્ઠો એક સપાટી પુરી પાડે છે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે છે
  • વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે
  • ફેફસાનો રચનાત્મક એકમ છે
  • મૂત્રપિંડ નલિકાએ એક લાંબી ગુંચળામય નલિકા જેવી રચના છે
  • તે રુધિરને ગાળી અને બિનજરૂરી નાઈટ્રોજન જેવા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે
  • તેના અગ્ર ભાગે બાઉમેનની કોથળી હોય છે જેમાં રુધિરકેશિકાઓ અને રુધિરકેશિકાજાળ હોય છે
  • મૂત્રપિંડની રચનાનો મહત્વનો એકમ છે

Contents show

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top