WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગોળમેજી પરિષદ

*⭕  ગોળમેજી પરિષદ:–  ⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી (Round table conference) પરિષદો બોલાવી.*

*🛑 પ્રથમ ગોળમેજી પરિષદ:– 🛑*

●પરિષદનો આશય *સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર* કરવાનો હતો.

*●સમય:-* 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931

●ભારતનું *89 સભ્યોનું* પ્રતિનિધિમંડળ *’વાઇસરોય ઓફ ઇન્ડિયા’ નામના જહાજમાં* પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયું.

●પરિષદનું *જ્યોર્જ પંચમે ઉદ્દઘાટન* કર્યું.

●કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો ન હતો.

*●રામસે મેકડોનાલ્ડ તેના અધ્યક્ષ* હતા.

*🛑 બીજી ગોળમેજી પરિષદ:– 🛑*

*●સમય:-* 7 સપ્ટેમ્બર, 1931 થી 1 ડિસેમ્બર, 1931

●કોંગ્રેસના *એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી* હતા.

●તેઓ *એસ.એસ.રાજપૂતાના નામના જહાજમાં* બેસીને લંડન ગયા હતા.

●આ દરમિયાન ગાંધીજીએ લંડનમાં કિંગ્સેહોલમાં પ્રવાસ કર્યો.

●અંગ્રેજ સરકારે *આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ* કર્યો.

●ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની.

*🛑 ત્રીજી ગોળમેજી પરિષદ:– 🛑*

*●સમય:-* 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર, 1932

●તેમાં *કુલ 46 પ્રતિનિધિઓએ* ભાગ લીધો.

●કોંગ્રેસ ગેરહાજર રહી.

*●તેજ બહાદુર સપ્રુ* અને *આંબેડકર* ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા નેતા હતા.

●તેમની ધરપકડ કરવામાં આવી અને *કોંગ્રેસને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી.*

Scroll to Top